________________
પ્રબંધ ત્રીજો
અધિકાર આઠમો
* મમત્વ-ત્યાગ અધિકાર *
[૨૦૯] નિર્મમયૈવ વૈરાયં સ્થિરત્વમવાતે | परित्यजेत्ततः प्राज्ञो ममतामत्यनर्थदाम् ॥१॥
અનુવાદ : નિર્મમ પુરુષોનો વૈરાગ્ય જ સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે પ્રાશ પુરુષોએ અત્યંત અનર્થ આપનારી મમતાનો ત્યાગ કરી દેવો જોઈએ.
વિશેષાર્થ : વૈરાગ્યનું સ્વરૂપ અને વૈરાગ્યના ભેદો સમજાવ્યા પછી અંતરમાં પ્રગટેલા વૈરાગ્યને સ્થિર કેવી રીતે રાખી શકાય તેની વિચારણા કરતાં ગ્રંથકાર અહીં કહે છે કે હૃદયમાં જન્મેલા વૈરાગ્યને નિર્મમ એટલે મમતારહિત હોય એવા પ્રાજ્ઞ પુરુષો સ્થિર રાખી શકે છે. વૈરાગ્યનાં ઘાતક બળોમાં એક મોટું બળ તે મમતાનું છે. મમતા સંસારમાં સર્વત્ર વ્યાપેલી છે. નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ વ્યક્તિ સુધી સૌના જીવનમાં ‘આ મારું શરીર', ‘આ મારું ઘર', ‘આ મારાં માતા-પિતા', ‘આ મારી પત્ની’, ‘આ મારી મિલકત’... એમ ‘મારું’નો ભાવ સતત ચાલતો રહે છે. આ મમત્વબુદ્ધિ જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ વૈરાગ્યનો ભાવ વધુ અને વધુ પ્રગટ થતો જાય. જીવનમાં નિરર્થક ચીજવસ્તુઓના ત્યાગથી શરૂઆત કરી, વધતાં વધતાં ધનદૌલત અને પુત્રપરિવારના ત્યાગ સુધી પહોંચી અને એથી આગળ જતાં દેહ પર ધારણ કરેલાં વસ્ત્રો પણ પોતાનાં નથી અને છેવટે દેહ પણ પોતાનો નથી, પોતે તો માત્ર વિશુદ્ધ આત્મા છે, ભાવમાં સ્થિરતા આવે તો વૈરાગ્ય દૃઢ થઈ શકે. વૈરાગ્યનું એવું લક્ષણ નથી કે એક વખત પ્રગટ થયો એટલે તે કાયમ રહે જ. નિમિત્ત મળતાં વૈરાગ્ય ચાલ્યો જતાં વાર નથી લાગતી. જીવે એ માટે સતત સાવધ રહેવાની જરૂર છે. એક બાજુ મમતાનો ત્યાગ અને બીજી બાજુ તત્ત્વરુચિ તથા વિવેક એ બંને વૈરાગ્યને સ્થિર રહેવામાં સહાયરૂપ બની શકે છે. ભવોભવનાં દુઃખોની ખાણ જેવી મમતા હણાતાં જીવ પોતાનું આત્મહિત સાધી શકે છે.
[૨૧૦] વિષયૈ: વિ પરિત્યનિતિ મમતા વિ।
त्यागात्कंचुकमात्रस्य भुजंगो न हि निर्विषः ॥ २ ॥
અનુવાદ : જો મમતા જાગૃત હોય તો વિષયોનો ત્યાગ કરવાથી શું વળે ? માત્ર કાંચળીનો ત્યાગ કરી દેવાથી સાપ વિષરહિત થતો નથી.
વિશેષાર્થ : ઇન્દ્રિયોના બાહ્ય વિષયોનો માણસ ત્યાગ કરે અથવા ભાવ વગર ઇન્દ્રિયોનું દમન કરે, પણ એના અંતરના ખૂણામાં મમત્વબુદ્ધિ પડેલી હોય તો એનો વિષયોનો ત્યાગ સ્થિર રહી શકતો નથી. મમતા ક્રમે ક્રમે ચિત્તને પાછું વિષયોના ભોગોપભોગ તરફ વાળે છે. પોતાનો દેહ, પુત્રપરિવાર, ધનદોલત,
Jain Education International_2010_05
૧૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org