________________
પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર
ઉત્તમ લક્ષણો આ અધિકારમાં દર્શાવવામાં આવ્યાં. એવા મહાત્માઓને સંસારની ભૌતિક સમૃદ્ધિરૂપી લક્ષ્મીની જરા સરખી પણ વાંછા હોતી નથી. તેઓ તો વિરક્તિમાં જ લીન હોય છે. તેઓ ખાતાપીતા કે હરતાફરતા જોવા મળે તો પણ તેમની પ્રત્યેક પ્રવૃત્તિ અનાસક્તભાવે, આત્મસાક્ષીએ થતી હોય છે. જેમને માત્ર મોક્ષની જ અભિલાષા છે તેઓને યશની પણ કોઈ દરકાર હોતી નથી. પરંતુ તેઓના નામની, ચારિત્રની સુવાસ યશરૂપે આસપાસ પ્રસર્યા વિના રહેતી નથી. એટલે યશરૂપી લક્ષ્મી તેમને વરવા ઉત્સુકતાપૂર્વક સામેથી ચાલતી આવે છે. યશરૂપી લક્ષ્મી એટલે મોક્ષરૂપી લક્ષ્મી એમ અર્થ ઘટાવી શકાય, કારણ કે સાંસારિક યશકીર્તિની કામના મોક્ષાર્થીને હોતી નથી. “યશ' શબ્દ આ અધિકારને અંતે પ્રયોજીને ગ્રંથકારે પ્રાચીન શૈલી અનુસાર પોતાનું નામ ગૂંથી લીધું છે.
इति वैराग्यविषयाधिकारः । વૈરાગ્યવિષય અધિકાર સંપૂર્ણ. રૂતિ દ્વિતીયે: પ્રવિંથઃ |
Jain Education International 2010_05
Jain Education Interational 2010_05
For Priva2 1 3.nal Use Only
www.jainelibrary.org