________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : જીવ અધ્યાત્મ સાધનામાં જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ તેના ગુણોની વૃદ્ધિ થતી જાય છે. એવા કેટલાક ગુણો અતિશયતાને પામે છે. એથી એવા મહાત્માઓને વિવિધ પ્રકારની લબ્ધિઓ પ્રગટ થતી જાય છે. તેઓ વચનસિદ્ધ બની જાય છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોઈએ તો આવા ગુણો વિરલ કે અસામાન્ય હોવાથી તેની વાત લોકોમાં જલદી પ્રસરી જાય છે. એવે વખતે એવા મહાત્માઓનો કસોટીનો કાળ ચાલુ થાય છે. એવા ચમત્કારોનું કર્તૃત્વ સ્વીકારી લેવાનું કેટલાકને મન થાય છે. ક્યારેક તો અંતરમાં સૂક્ષ્મ અભિમાનનો ભાવ રહે છે. પરંતુ જે ઊંચી કોટિના સાધક મહાત્માઓ હોય છે તેઓ કશું જ અભિમાન કરતા નથી. પોતાના એવા ગુણોને તે ગોપવે છે. પોતાના ગુણોની અતિશયતાએ એવું કાર્ય કર્યું તે વિશે કશું જાણવાની પણ એમને ઇચ્છા રહેતી નથી. વળી એ અતિશયતાને પણ તેઓ અધિક ગણતા નથી. તેઓ તો પોતાના સ્વરૂપમાં જ રમતા રહે છે. આ સ્વભાવ રમણતા સિવાય તેઓ બીજું કશું જાણતા નથી કે જાણવા ઇચ્છતા નથી,
[ ૨૭] હૃદયે ન શિવેડપિ સુવ્યતા સર્વનુષ્ઠાનમસંમંતિ |
पुरुषस्य दशेयमिष्यते सहजानंदतरंगसंगता ॥२५॥ અનુવાદ : તેઓને મોક્ષપ્રાપ્તિ માટે પણ લુબ્ધતા રહેતી નથી, કારણ કે તેઓનું સદનુષ્ઠાન પણ અસંગાનુષ્ઠાનમાં પરિણમે છે. સહજાનંદના તરંગોનો સંગ પામતી પુરુષ(આત્મા)ની આ દશા ઈચ્છવાયોગ્ય છે. ' વિશેષાર્થ : અનેક સામાન્ય જીવોને સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થવાની ઇચ્છા થતી નથી. એવી મુક્તિની અનેકને કશી સાચી જાણ પણ નથી હોતી. જીવને સાચી સમજણ જ્યારે પ્રાપ્ત થાય છે અને સંસારનાં દુઃખોમાંથી છૂટવા માટે મોક્ષ એ જ એક માત્ર ઉપાય છે એવી શ્રદ્ધા અથવા પ્રતીતિ થાય છે ત્યારે એ મોક્ષાભિલાષી બને છે. મોક્ષની ઇચ્છા કરવી અને એ માટેનો પુરુષાર્થ આદરવો એ સામાન્ય જીવનું પ્રાથમિક લક્ષણ હોય છે. તેમાં કશું અયોગ્ય નથી. પરંતુ જીવ જયારે સાધનાના માર્ગમાં ઊંચે ચડતો જાય છે, જયારે એનો શુદ્ધોપયોગ વધતો જાય છે ત્યારે, અને જયારે સર્વ કામનાઓમાંથી મુક્ત થઈ એ સહજ સ્થિતિમાં આવી જાય છે ત્યારે મોક્ષ તો સ્વયમેવ આવવાનો જ છે એવી દઢ આંતરપ્રતીતિને કારણે “મારે મોક્ષની પ્રાપ્તિ કરવી જ છે” એવી કામના પણ છૂટી જાય છે. એવા મહાત્માઓ માટે શુભ કર્મ બંધાવનાર એવા સદનુષ્ઠાન પણ કરવાનાં રહેતાં નથી. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચાર અનુષ્ઠાનોમાં તેઓ અસંગ અનુષ્ઠાનમાં પહોંચી જાય છે, પછી તો ભેદજ્ઞાનના અનુભવ વડે પ્રાપ્ત થતી તેમની આત્મદશા સહજાનંદના તરંગોથી યુક્ત હોય છે. [૨૮] રૂતિ વચ્ચે મહામતે વેવિ વૈરાગ્યવિનામૃમઃ
उपयन्ति वरीतुमुच्चकैस्तमुदारप्रकृतिं यशःश्रियः ॥२६॥ અનુવાદ : આવી રીતે મહાબુદ્ધિવાળા જે પુરુષોનું હૃદય વૈરાગ્યના વિલાસથી સભર છે તેવા ઉદાર પ્રકૃતિવાળાને વરવાને માટે યશલક્ષ્મી (મોક્ષલક્ષ્મી) ઉત્સુકતાપૂર્વક સમીપ આવે છે.
વિશેષાર્થ : જેઓનું ચિત્ત વૈરાગ્યવાસિત હોય છે એવા ઉદારચિત્ત, મહાબુદ્ધિવાળા મહાત્માઓનાં
૧૧૨
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org