SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર [૬૩૪] મખ્ય ધર્મગુસ્નાખ્યામાત્તરૌદ્રામિથ માં निग्रहेणेन्द्रियाणां च जीयते द्रागसंयमः ॥५७॥ અનુવાદ : ધર્મ અને શુકલ ધ્યાનરૂપી સુભટો દ્વારા આર્ત અને રૌદ્ર ધ્યાનરૂપી યોદ્ધાઓને અને ઇન્દ્રિયનિગ્રહ દ્વારા અસંયમને તત્કાળ (દ્રાફ) જીતી લેવાય છે. [૩૫] ક્ષયપામતક્ષનાવરાયઃ नश्यत्यसातसैन्यं च पुण्योदयपराक्रमात् ॥५८॥ અનુવાદ : ક્ષયોપશમરૂપી સુભટથી ચક્ષુદર્શનાવરણ વગેરે અને પુણ્યોદયરૂપી સુભટના પરાક્રમથી અશાતારૂપી સૈન્ય નાશ પામે છે. [૬૩૬] સદ દેવાને સાસરિ તથા ! सुतेन मोहभूपोऽपि धर्मभूपेन हन्यते ॥५९॥ અનુવાદ : ધર્મરાજા વડે મોહરૂપી રાજા, પોતાના દ્વેષરૂપી ગજેન્દ્ર અને રાગરૂપી કેસરી (સિંહ) નામના પુત્રો સહિત હણાય છે. [૬૩૭] તત: પ્રામાનં મૂuપ્રાતઃ यथा कृतार्था जायन्ते साधवो व्यवहारिणः ॥६०॥ અનુવાદ : ત્યાર પછી ધર્મરાજાની કૃપાથી (પ્રસાદથી) જેઓને મહા આનંદ થયો છે તે સાદુરૂપી વેપારીઓ કૃતાર્થ થાય છે. [૬૩૮] વિચિન્તયેત્તથા સર્વ ધર્મધ્યાનનિવિષ્ટથી ईदृगन्यदपि न्यस्तमर्थजातं यदागमे ॥६१॥ અનુવાદ : ધર્મધ્યાન વિશે જેમની બુદ્ધિ તલ્લીન થયેલી છે તેઓએ આગમમાં નિરૂપાયેલા બીજા પણ આવા પદાર્થો વિશે ચિંતન કરવું. | વિશેષાર્થ : સંસારરૂપી સાગરને તરી જવા માટે, નિર્વાણનગરે પહોંચવા માટે ચારિત્રરૂપી જહાજમાં બેસીને મુનિઓ નીકળે છે. પરંતુ આપણો અનુભવ છે કે સંયમયાત્રા ઘણી કઠિન છે અને એમાં ઘણી મુશ્કેલીઓ-વિઘ્નો આવે છે. એમાં પણ પ્રતિસ્પર્ધી હોય તો તે યાત્રાને સફળ ન થવા દેવા માટે અનેક ઉપાયો યોજે છે. એટલા માટે જ ચારિત્રરૂપી જહાજ લઈને તેઓ નીકળ્યા છે. આ સરસ સવિગત રૂપકને અહીં અગિયાર શ્લોકમાં વર્ણવવામાં આવ્યું છે. સમુદ્રમાં વહાણને લૂંટી લેવાની ચાંચિયાગીરી પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી પ્રચલિત છે. મોહરાજારૂપી ચાંચિયા રાજાએ ૩૬૫ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy