SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર આત્માર્થી માણસ શાસ્ત્રોની પંક્તિઓના અર્થ કરતી વખતે પોતાની બુદ્ધિને કસે છે અને શાસ્ત્રના અર્થ પામવાને મથે છે. તે પોતાની બુદ્ધિને શાસ્ત્રના સાચા અર્થ કરવામાં કામે લગાડી દે છે. એથી શાસ્ત્રોમાં જે પ્રમાણે અર્થ અને આશય હોય છે બરાબર તે જ પ્રમાણે ઉલ્લાસથી ગ્રહણ કરવા તે તત્પર રહે છે. એનું મન સર્વથા મુક્ત હોય છે. પરંતુ જો કદાગ્રહને કારણે એના મનમાં વિપરીતતા આવી ગઈ હોય તો પછી તે પોતાના ધારેલા અર્થ શાસ્ત્રમાંથી મારીમચડીને કાઢવા માટે પોતાની બુદ્ધિને બળજબરીથી કામે લગાડી દે છે. એક શબ્દના ઘણા અર્થ થતા હોય છે. એટલે તે શબ્દોનો અર્થ દુરાકૃષ્ટતાથી પોતાની ઇચ્છા પ્રમાણે કરવા કોશિષ કરે છે. પરંતુ તેનો આવો બૌદ્ધિક વ્યાયામ અને આશય પકડાઈ જતાં તે હાસ્યાસ્પદ બની જાય છે. તેમાં રહેલો અસંગતિદોષ તરત નજરમાં આવી જાય છે. જેમ કોઈ માણસ મૃગજળ જોઈને તેમાંથી પાણી કાઢવા માટે પોતાનો ઘડો નાખે તો તે અફળાય છે અને એનો અવાજ થતાં એ વાત છતી થઈ જાય છે, તેવી રીતે કદાગ્રહીઓએ કરેલા અર્થ હાસ્યાસ્પદ બની જાય છે. તરત પકડાઈ જતાં તેઓ ખુલ્લા પડી જાય છે. [૪૮૫] મરો વચ્ચે ગત ન નાશ न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्यकलंकितस्य प्रौढ़ा प्रदातुं घटते नृपश्रीः ॥१३॥ અનુવાદ : જેનો અસદ્ગહ નાશ પામ્યો ન હોય તેને શ્રુતજ્ઞાન આપવું પ્રશસ્ય નથી, કારણ કે વિકળતાથી શારીરિક ખોડથી) કલંકિત થયેલાને મોટી રાજ્યલક્ષ્મી આપવી ઘટતી નથી. વિશેષાર્થ : જેનો કદાગ્રહ ગયો નથી એવા માણસને શ્રુતજ્ઞાન આપી શકાય નહિ. જો શ્રુતજ્ઞાન એને આપવામાં આવે તો તે વાત પ્રશસ્ય ન ગણાય. શ્રુતજ્ઞાન પોતે પ્રશસ્ય છે, ઇષ્ટ છે. તેનો મહિમા છે. તે અનધિકારી વ્યક્તિને આપી ન શકાય. જેનું મન મુક્ત નથી, પણ કદાગ્રહથી ખરડાયેલું છે એના મનમાં શ્રુતજ્ઞાન સારી રીતે પ્રવેશ પામી ન શકે. એવા માણસ પાસે શ્રુતજ્ઞાન હોય તો તે શાસ્ત્રવચનના ખોટા અર્થ મન ફાવે તેમ કરી લોકોને ઉન્માર્ગે લઈ જાય. એથી તો ઊલટો અનર્થ થાય. તે કદાગ્રહી શ્રુતજ્ઞાનનો ક્યારે અવળો ઉપયોગ કરી બેસશે એ કહી શકાય નહિ. એ માટે અહીં રાજકુમારનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જૂના વખતમાં રાજાના ઉત્તરાધિકારી તરીકે રાજકુંવરને ગાદીએ બેસાડવામાં આવતો. રાજા વહેલો મૃત્યુ પામે અને રાજકુંવર સગીર વયનો હોય તો તેના હાથમાં રાજયશાસનની ધુરા સોંપવામાં આવતી નહિ. વળી રાજકુંવર જો અપંગ હોય કે મંદબુદ્ધિવાળો હોય કે ચક્રમ હોય કે ગાંડો હોય તો પણ રાજા તેને પોતાની રાજસત્તા સોંપતા નહિ. રાજાની અનુપસ્થિતિમાં મંત્રીઓ પણ એ વાતની તકેદારી રાખતા. રાજ્યલક્ષ્મી તો તેને જ સોંપી શકાય કે જે એને શોભાવે અને જેનાથી રાજ્યકર્તા પણ શોભે. રાજા વિકળ હોય એટલે કે શારીરિક ખોડખાંપણવાળો હોય કે ચક્રમ હોય તો પ્રજામાં એનું બહુમાન ન રહે. મંત્રી અને ગાંઠે નહિ અને દુશ્મન રાજાઓ ગમે ત્યારે આક્રમણ લઈ આવે. જેમ યોગ્ય વ્યક્તિના હાથમાં જ રાજયલક્ષ્મી સોંપી શકાય તેમ યોગ્ય પાત્રને જ શ્રુતજ્ઞાન આપી શકાય. પૂર્વગ્રહપીડિત, કદાગ્રહયુક્ત અનધિકારી વ્યક્તિને શ્રુતજ્ઞાન આપવાથી તો પરિણામે અનર્થ જ થાય. ૨૭૦ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy