________________
અધ્યાત્મસાર
[૧૫૦] શાસ્ત્રાર્થોપુ રક્ષર્વ શાસ્ત્રાર્થપુ વિપર્યયઃ.
स्वच्छंदता कुतर्कश्च गुणवत्संस्तवोज्झनम् ॥१२॥ અનુવાદ : કુશાસ્ત્રના અર્થમાં પ્રવીણ, શાસ્ત્રના અર્થમાં વિપર્યય, સ્વચ્છંદતા, કુતર્ક, ગુણવાનની સંગતિનો ત્યાગ – [૧૫૧] માત્મો પરદ્રોહ નો વંશનીવન !
आश्रवाच्छादनं शक्त्युल्लंघनेन क्रियादरः ॥१३॥ અનુવાદ : પોતાની મોટાઈ બતાવવી, બીજાનો દ્રોહ કરવો, કલહ, દંભી જીવન, આશ્રવ(પાપ)નું આચ્છાદન, શક્તિ ઉલ્લંઘીને ક્રિયાનો આદર કરવો– [૧૫૨] TTTT વૈદુર્યાપારણ્ય વિસ્કૃતિઃ |
अनुबंधाधचिन्ता च प्रणिधानस्य विच्युतिः ॥१४॥ અનુવાદ : ગુણાનુરાગનો અભાવ, ઉપકારની વિસ્મૃતિ, તીવ્ર કર્મબંધની ચિંતા ન કરવી, ચિત્તની એકાગ્રતા ન હોવી[૧૫૩] શ્રદ્ધામૃદુત્વમૌદ્ધચમઘેર્યકવિતા
वैराग्यस्य द्वितीयस्य स्मृतेयं लक्षणावली ॥१५॥ અનુવાદ : શ્રદ્ધામાં મૃદુતા, ઉદ્ધતતા, અધેર્ય, અવિવેકીપણું – એ બીજા (મોહગર્ભિત) વૈરાગ્યનાં લક્ષણો કહેલાં છે.
વિશેષાર્થ : બીજા પ્રકારનો વૈરાગ્ય એટલે કે મોહગર્ભિત વૈરાગ્ય. તે ધારણ કરનારા જીવોમાં વૈરાગ્યનો અંશ હોય છે, પણ એ એટલી ઊંચી કોટિનો નથી હોતો. એવા જીવોના અંતરમાં તો મિથ્યાત્વ જ પડેલું, હોય છે. એવા જીવોનાં લક્ષણો કેવા કેવાં હોય છે ? ઉપાધ્યાયજી મહારાજે અહીં આ ચાર શ્લોકમાં સંક્ષેપમાં એવાં કેટલાંક સ્પષ્ટ લક્ષણો દર્શાવ્યાં છે કે જેથી મોહગર્ભિત વૈરાગ્યવાળી મિથ્યાત્વી વ્યક્તિને ઓળખવાનું સરળ બને.
૧. કુશાસ્ત્રના અર્થ કરવામાં દક્ષત્વ – મોહગર્ભિત વૈરાગ્ય ધરાવનાર વ્યક્તિમાં એક બાજુ જેમ અજ્ઞાન હોય છે, મિથ્યાત્વનાં લક્ષણો હોય છે અને શ્રદ્ધાનું પ્રમાણ ઓછું કે નહિવત્ હોય છે, તો બીજી બાજુ તેમનામાં કુશાસ્ત્રના અર્થ કરવાની હોંશિયારી હોય છે.
૨. સત શાસ્ત્રોના અર્થ કરવામાં વિપરીતપણું – પોતાના દુરાચરણના સમર્થન માટે શાસ્ત્રોના વિપરીત અર્થ કરવા.
૩. સ્વચ્છંદતા - સદ્ગુરુ કે વડીલોની આજ્ઞામાં રહેવું ગમે નહિ. તેઓની આજ્ઞા ઉથાપવામાં આવે. પોતાની મરજી મુજબ વર્તવાનું જ ગમે.
८४ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org