________________
પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર
૪. કુતર્ક — માણસની બુદ્ધિ એટલી ફળદ્રુપ છે કે તે ખોટા તર્ક કરીને સાચી વસ્તુને ખોટી અને ખોટી વસ્તુને સાચી બતાવવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક પોતાનો અહંકાર ઘવાય છે ત્યારે તે જાણી જોઈને અવળા અર્થ કરવા લાગે છે.
૫. ગુણવાળાની સંગતિનો ત્યાગ – ગુણીજનો એટલે કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ધરાવનાર વ્યક્તિઓ પાસે જઈ તેમની સોબતમાં રહેવાનું ગમે નહિ. રહેવાનો એવો પ્રસંગ આવે તો ત્યાંથી નીકળી જવાનું
મન થાય.
૬. આત્મોત્કર્ષ – આત્મશ્લાઘા એટલે કે પોતાના ગુણોની પ્રશંસા કરવી અને તે માટે અભિમાન ધરાવવું.
૭. પરદ્રોહ – ઉપકારીના ઉપકારનું વિસ્મરણ કરવું. એટલું જ નહિ કૃતઘ્ન થઈને તેઓને તન, મન, ધનથી નુકસાન પહોંચાડવું કે તેઓની અપકીર્તિ કરવી.
૮. કલહ – વાદવિવાદ કરવા, ઝઘડા અને ક્લેશ-કંકાસ ક૨વા અને કરાવવા. સમતા ન રાખવી, સમજદારી ન બતાવવી અને સમાધાનની વૃત્તિ ન દાખવવી.
૯. દાંભિક જીવન – મનમાં એક અને વચનમાં કે વર્તનમાં બીજી વાત હોય. ખોટી વાત માટે ગર્વ લેવો. ૧૦. આશ્રવનું આચ્છાદન કરનાર – વ્રતભંગ થાય કે પાપાચરણ થાય તો તેનો બચાવ કરવો. પોતાની વાત છુપાવવી. તે માટે પ્રાયશ્ચિત કે આલોચનાનો ભાવ ન રાખવો.
૧૧. શક્તિ કરતાં વધુ ક્રિયા કરનાર – દેખાદેખીથી કે અભિમાનથી પોતાની શક્તિ કરતાં વધુ તપશ્ચર્યા કે અન્ય પ્રકારની ધર્મક્રિયા કરનાર,
૧૨. ગુણાનુરાગથી રહિત – ગુણીજનો પ્રત્યે રુચિ કે આદર ન થાય; ગુણીજનો પ્રત્યે દ્વેષ કે મત્સરનો ભાવ થાય; ગુણની વાત આવે તો હૃદય હર્ષવિભોર ન થાય.
૧૩. ઉપકારીનો ઉપકાર ભૂલી જનારા – કૃતઘ્ન માણસો ગરજ પડે ત્યારે બીજાની મદદ લે, પણ બદલો વાળવાનો વખત આવે ત્યારે છટકી જાય.
૧૪. તીવ્ર અશુભ કર્મ કરતી વખતે વિચાર ન કરવો – ક્રોધાદિ કષાયોને શાંત ન કરવા; તે માટે પશ્ચાત્તાપ ન કરવો; ભારે પાપાચરણ કરતી વખતે તેનો ઉદય થાય ત્યારે આ ભવમાં કે પરભવમાં ભોગવવાં પડતાં દુઃખોનો, કર્મના દારુણ વિપાકનો વિચાર ન કરવો.
૧૫. ચિત્તની એકાગ્રતા ગુમાવનાર – જે કંઈ કાર્ય કરે તેમાં ચિત્તનો બરાબર ઉપયોગ ન રહેવો; ભાતભાતના શુભાશુભ વિચારના તરંગ ચિત્તમાં સતત વહેતા રહેવા.
૧૬. શ્રદ્ધા વિશે અનિશ્ચિતતા – ઘડીકમાં શ્રદ્ધા અને ઘડીકમાં અશ્રદ્ધા એવી ચંચલ સ્થિતિ. શ્રદ્ધાનાં મૂળ જેટલાં દૃઢ થવાં જોઈએ તેટલાં થાય નહિ. જીવનમાં કોઈ ઘટના બનતાં કે નિમિત્ત મળતાં ધર્મમાંથી શ્રદ્ધા ડગી જાય કે નાસ્તિકતા આવી જાય.
૧૭. ઉદ્ધતતા – સાચી વાત ન માનનાર, આદર આપવા યોગ્ય વ્યક્તિઓને આદર ન આપનાર, સાચી શિખામણનો અસ્વીકાર કરનાર, નાની મોટી વાતમાં સાચા કે ખોટા જવાબ રોષપૂર્વક આપનાર.
Jain Education International_2010_05
૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org