________________
અધ્યાત્મસાર
૧૮. અધેર્ય– કસોટીના પ્રસંગે સ્વસ્થતા ગુમાવનાર; દુઃખ કે વિપત્તિ આવી પડે ત્યારે ભાંગી પડે; સહિષ્ણુતાનો અભાવ હોય; હિંમત હારી જાય; સ્થિરતા ન રહેવી.
૧૯. અવિવેકીપણું – જ્યારે રાગદ્વેષ તીવ્ર બને છે ત્યારે માણસ યોગ્યાયોગ્યતા સમજવાની શક્તિ ગુમાવી બેસે છે અથવા તેવી સમજ હોય તો પણ તે વિપરીત રીતે વર્તે છે. [૧૫૪] જ્ઞાન , વૈરાર્જ સંખ્યત્તત્ત્વચ્છિદ |
स्याद्वादिनः शिवोपाय - स्पर्शिनस्तत्त्वदर्शिनः ॥१६॥ અનુવાદ : સમ્યક તત્ત્વને જાણનાર, સ્વાવાદને સમજનાર, મોક્ષના ઉપાયને સ્પર્શનાર એવા તત્ત્વદર્શી પુરુષનો વૈરાગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે.
વિશેષાર્થ : જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એટલે જે વૈરાગ્યના મૂળમાં જ્ઞાન રહેલું છે તે. જે વૈરાગ્યની ઉત્પત્તિ જ્ઞાનમાંથી થાય છે અને જે વૈરાગ્યનું પોષણ-વર્ધન જ્ઞાનથી થાય છે તે વૈરાગ્ય વધુ દઢમૂલ બને છે. ક્ષણિક કારણોથી ઉત્પન્ન થતો વૈરાગ્ય પણ ક્ષણિક જ રહે છે. એવા વૈરાગ્યને ચાલ્યા જતાં વાર લાગતી જ નથી. ધનનો નાશ, સ્વજનનો વિયોગ કે સગાંસંબંધીઓ સાથે કલહ અને અણબનાવ, મિત્રનો દ્રોહ, કોઈકનાં અપમાનજનક માર્મિક વચનો વગેરેના આઘાતને કારણે આવેલા આવેગને પરિણામે ખાવુંપીવું ન ગમે, ઘર છોડીને ભાગી જવાનું કે આપઘાત કરવાનું મન થાય ત્યારે માણસને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એવા વૈરાગ્ય માટેના સંજોગો પલટાતાં વાર પણ નથી લાગતી. સંજોગો પલટાતાં એવો વૈરાગ્ય ચાલ્યો જાય છે.
સંસારની અને પોતાના દેહની ક્ષણિકતા સમજાય, આત્માની અમરતા પ્રતીત થાય, તત્ત્વની દૃષ્ટિ ખીલે અને એ પછી સંસાર પ્રત્યે નિર્વેદનો ભાવ આવતાં જો વૈરાગ્ય પ્રગટ થાય તો એવો વૈરાગ્ય ક્ષણિક નથી હોતો. આવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં જે જુદાં જુદાં લક્ષણો છે તેમાંથી કેટલાંક લક્ષણો આ શ્લોકમાં બતાવવામાં આવ્યાં છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન વ્યક્તિ જીવ-અજીવ આદિ ષડદ્રવ્યને અને નવ તત્ત્વને યથાર્થપણે જાણનાર હોય છે. તે સ્યાદ્વાદના સિદ્ધાંતને બરાબર સમજનાર અને જીવનમાં ઉતારનાર હોય છે. તે દરેક પદાર્થ કે પરિસ્થિતિને ભિન્ન ભિન્ન નયથી સમજવાની શક્તિ ધરાવનારા હોય છે અને મોક્ષ શું છે અને તેનો ઉપાય શો છે એ વિશે તેને પૂરી શ્રદ્ધા હોય છે. આવી રીતે તત્ત્વદર્શનનો આવિર્ભાવ જેના હૈયામાં થયો હોય, એવી વ્યક્તિ ભૌતિક રીતે સુખી હોય કે તેવી અનુકૂળતા ધરાવતી હોય તો પણ તેમાં તેને રસરુચિ રહે નહિ. તેનામાં સહજ રીતે પ્રગટેલો વૈરાગ્ય પાકો હોય છે. વિપરીત સંજોગોમાં પણ તેનો વૈરાગ્ય ચાલ્યો નથી જતો. આવો વૈરાગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. વૈરાગ્યના પ્રકારોમાં તે સર્વોત્તમ પ્રકારનો ગણાય છે. [૧૫૫ માંસા માંસની પરમવા ..
बुद्धिः स्यात्तस्य वैराग्यं ज्ञानगर्भमुदंचति ॥१७॥ અનુવાદ : જેમની તત્ત્વમીમાંસા પ્રૌઢ હોય અને જેમની બુદ્ધિ સ્વ-પરનાં આગમોને અવગાહતી હોય, તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જાગે છે.
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org