________________
થાય. પરંતુ અહીં સંવત ૧૭૪૪ લેવી સુસંગત જણાતી નથી, કારણ કે સં. ૧૭૪૩નું ડભોઈનું ચાતુર્માસ એમનું છેલ્લું ચાતુર્માસ હતું, જ્યારે એ બે મોટી સઝાયોની રચના સુરતમાં ચાતુર્માસ દરમિયાન કરી હતી. એટલે જ્યાં સુધી બીજાં કંઈ વધુ પ્રમાણો ન મળે ત્યાં સુધી સં. ૧૭૪૩માં ડભોઈમાં શ્રી યશોવિજયજી મહોપાધ્યાયનો સ્વર્ગવાસ થયો હતો એમ માનવું વધુ યોગ્ય લેખાશે.
ઉપાધ્યાયજી મહારાજ કાળધર્મ પામ્યા તે પછી એમના દેહને જયાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો એ સ્થળે સ્મારક તરીકે એક ધૂની-તૂપની રચના કરવામાં આવી. એમાંથી “ન્યાયનો દિવ્યધ્વનિ સતત નીકળ્યા કરતો હતો એમ “સુજસવેલી ભાસ'માં એના કર્તા શ્રી કાંતિવિજયજીએ લખ્યું છે. સ્વહસ્તે લખેલી પ્રતિઓ અને નયચક્ર
મધ્યકાલીન સમયમાં મુદ્રણકળાની શોધ નહોતી થઈ ત્યારે, કાગળ ઉપર શાહીથી લખીને હસ્તપ્રત તૈયાર કરવાનું કામ ઘણું કઠિન ગણાતું. સરસ, મરોડદાર, એકસરખા અક્ષરે હસ્તપ્રતો લહિયાઓ લખી આપતા. ગ્રંથરચના કર્યા પછી સારા લહિયા પાસે હસ્તપ્રત લખાવવાનો પ્રશ્ન ગંભીર હતો. અનેક કવિલેખકોમાંથી કોઈક જ પોતે સારા લહિયા હોય અને પોતાની કૃતિની હસ્તપ્રત પોતે તૈયાર કરી શકે એવા હોય. એમાં સમય પણ ઘણો જતો. એટલે નવી કૃતિની રચના કરવી કે પોતાની કૃતિની હસ્તપ્રત તૈયાર કરવામાં સમયનો વ્યય કરવો એવો પ્રશ્ન રહેતો. શ્રી યશોવિજયજી કુશળ લહિયા પણ હતા. એમની સ્વહસ્તલિખિત એવી ઘણી કૃતિઓ સાંપડે છે. - શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજી પણ સારા લહિયા હતા. એમણે શ્રી યશોવિજયજીની કેટલીક કૃતિઓની હસ્તપ્રતો લખી આપી છે. ગુરુમહારાજ પોતાના શિષ્યની કૃતિની હસ્તપ્રતો તૈયાર કરી આપે એવું અન્ય કોઈ ઉદાહરણ જાણવામાં નથી. એ ઉપરથી શ્રી નયવિજયજી મહારાજની શિષ્યવત્સલતા કેટલી બધી હશે અને ગુરુ-શિષ્યનો સંબંધ પરસ્પર કેટલો સ્નેહાદરવાળો હશે તે જણાય છે. - શ્રી યશોવિજયજીએ તર્ક અને ન્યાયનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે એમના જેવા સમર્થ તાર્કિકને મલવાદીસૂરિકૃત ‘બાદશાર નયચક્ર' જેવો ગ્રંથ વાંચવાનું મન થાય એ સ્વાભાવિક છે. પરંતુ એ ગ્રંથ નષ્ટ થઈ ગયો હોવાનું મનાતું હતું. શ્રી યશોવિજયજીએ પોતાના વિહારમાં આવતાં બધાં ગામોમાં અને અન્યત્ર તપાસ કરાવી હતી, પરંતુ એ ગ્રંથ એમને મળ્યો ન હતો. કેટલાક સમય પછી પાટણમાંથી એક હસ્તપ્રતની ભાળ મળી. સિંહવાદિગિણિએ નયચક્ર ઉપર અઢાર હજાર શ્લોક પ્રમાણ લખેલી ટીકાની એ હસ્તપ્રત હતી. હસ્તપ્રત જીર્ણશીર્ણ હાલતમાં હતી. થોડા દિવસ માટે જ એ મળી હતી. શ્રી યશોવિજયજીએ વિચાર્યું કે મૂળ ગ્રંથ તો મળતો નથી, પણ મૂળ ગ્રંથની ઝાંખી કરાવે એવી ટીકા પણ જો નષ્ટ થઈ જશે તો બધું જ જશે. એના ઉપરથી નવી હસ્તપ્રત તૈયાર કરી લેવી જોઈએ. પણ એક હાથે ઓછા દિવસમાં એ કેમ થાય ? એમણે ગુરુમહારાજને વાત કરી. સમુદાયના સાધુઓમાં વાત થઈ. કામની વહેંચણી થઈ અને શ્રી નયવિજયજી અને શ્રી યશોવિજયજી ઉપરાંત શ્રી જયસોમ પંડિત, શ્રી લાભવિજય મહારાજ, શ્રી કીર્તિરત્નગણિ, શ્રી તત્ત્વવિજયજી મહારાજ અને શ્રી રવિવિજય પંડિતએમ સાત મુનિ ભગવંતોએ મળીને ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ લખાણની નકલ તૈયાર કરી લીધી. વ્યવસાયી લહિયાઓએ નહિ પણ એક સાથે સાત મુનિ ભગવંતોના સંયુક્ત હસ્તે એક જ હસ્તપ્રત તૈયાર થઈ હોય એવું આ વિરલ ઉદાહરણ એમની શ્રુતભક્તિની સુંદર પ્રતીતિ કરાવે છે. એમાં ૪૮૦૦
31
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org