________________
શ્લોકનું લખાણ શ્રી યશોવિજયજીના હસ્તાક્ષરમાં છે. (આ હસ્તપ્રત પછી અમદાવાદના દેવસાના પાડાના ભંડારમાં આવેલી અને ત્યાંથી હવે તે એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટમાં છે. મૂળ નયચક્ર ગ્રંથની બધી હસ્તપ્રતો નષ્ટ થઈ ગયેલી, પરંતુ સદ્ભાગ્યે તિબેટમાં ભાષા સંસ્કૃત પણ તિબેટી લિપિમાં એ ગ્રંથમાં સચવાયેલો છે. એના ઉપરથી પૂ. જંબૂવિજયજી મહારાજે તિબેટી લિપિ શીખી એ સંસ્કૃત ગ્રંથ સંપાદિત કર્યો છે, જે પ્રકાશિત થયેલો છે.) - શ્રી યશોવિજયજી મહારાજે પોતે જે જે રચના કરી તેમાંથી તેમણે સ્વહસ્તે લખેલી ત્રીસથી વધુ હસ્તપ્રતો આપણને જુદા જુદા ભંડારોમાંથી મળી આવી છે. પ્રાચીન સમયના એક જ લેખકની આટલી બધી હસ્તપ્રતો એમના પોતાના હસ્તાક્ષરમાં મળી આવે એ ઘટના અત્યંત વિરલ અને ગૌરવપૂર્ણ છે.
અત્યાર સુધીમાં મહોપાધ્યાયજીના નીચે મુજબ ગ્રંથો એમના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા મળી આવ્યા છે :
૧. આર્ષભીય મહાકાવ્ય (અપૂર્ણ), ૨. તિન્વયોક્તિ (અપૂર્ણ), ૩. નિશામુક્તિ પ્રકરણ, ૪. શ્રી વિજયપ્રભસૂરિ શામણક વિજ્ઞપ્તિ પત્ર, ૫. સિદ્ધાંતમંજરી શબ્દખંડ ટીકા (અપૂર્ણ), ૬. જંબુસ્વામી રાસ, ૭. આરાધક વિરાધક, ચતુર્ભગી-સ્વોપાટીકા સહ, ૮. અધ્યાત્મસાર, ૯, પ્રમેયમાલા (અપૂર્ણ), ૧૦. દ્રવ્યગુણ પર્યાય રાસ-બાલાવબોધ સહિત, ૧૧. ધર્મપરીક્ષા સ્વોપજ્ઞ ટીકામાં ઉમેરણ, ૧૨. આત્મખ્યાતિ, ૧૩. ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથનો અંતિમ ભાગ, ૧૪, નરહસ્ય, ૧૫. ભાષારહસ્ય, ૧૬. વાદમાલા (અપૂર્ણ), ૧૭. સ્યાદવાદરહસ્ય, ૧૮. માર્ગ પરિશુદ્ધિ, ૧૯. વૈરાગ્ય કલ્પલતા, ૨૦. યોગબિન્દુ અવચૂરી, ૨૧. યોગદષ્ટિ સમુચ્ચય અવચૂરી (અપૂર્ણ), ૨૨. સ્યાદ્વાદ રહસ્ય-બૃહદ (અપૂર્ણ), ૨૩. તત્ત્વાર્થવૃત્તિ, ૨૪. વૈરાગ્યરતિ (અપૂર્ણ), ૨૫. સ્તોત્રત્રિક, ૨૬. ઉત્પાદાસિદ્ધિ પ્રકરણ ટીકા (અપૂર્ણ), ૨૭. ન્યાયાલોક, ૨૮. યોગવિંશિકાવૃત્તિ, ૨૯. વિષયતાવાદ, ૩૦, સ્તોત્રાવલીસ્તોત્રટિક, ૩૧. અષ્ટસહસ્રી, ૩૨. કાવ્યપ્રકાશટીકા (અપૂર્ણ).
આ ઉપરાંત બીજા કેટલાક ગ્રંથો પણ એમના હસ્તાક્ષરમાં મળી આવે એવો સંભવ છે. એમના કેટલાક ગ્રંથોનાં પાનાં વેરવિખેર, છૂટાંછવાયાં થઈ નષ્ટ પામ્યાં છે. કચરો માનીને સાબરમતી નદીમાં પધરાવવા માટે લોકો લઈ જતા હતા તેવાં પાનાંઓમાંથી તેમનો “યોગવિશિકાવૃત્તિ' ગ્રંથ મળી આવ્યો છે.
શ્રી યશોવિજયજીએ પોતાના હસ્તાક્ષરમાં બીજા ગ્રંથકારોના ગ્રંથોની પોતાના ઉપયોગ માટે કરેલી નકલો પણ ઠીક ઠીક સંખ્યામાં મળે છે. આ ઉપરથી પ્રતીત થાય છે કે પોતાના આટલા બધા ગ્રંથોની રચના કરવાના સમય ઉપરાંત એમણે આ બધી હસ્તપ્રતિઓ તૈયાર કરવામાં પણ કેટલો બધો સમય આપ્યો હશે ! જૈન સાધુ રાત્રે તો લખવા-વાંચવાનું કાર્ય કરે નહિ, એટલે શ્રી યશોવિજયજીએ પોતાના તમામ સમયનો ચીવટભર્યો ઉપયોગ કર્યો હશે તે આ ઉપરથી જણાય છે. સાહિત્યસર્જન
મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ નબન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યોગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, કથા, ભક્તિ તથા સિદ્ધાંત ઇત્યાદિ ઘણા વિષયો પર સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તથા વ્રજ અને રાજસ્થાની મિશ્ર ભાષામાં
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org