________________
પ્રબંધ સાતમો, અધિકાર વસમો : અનુભવ અધિકાર
[૮૯૩ થfમર્નિયમિત વિરુદ્ધનૃત્યેષુ યરામમૂના
कृत्याकृत्यविभागासंगतमेतन्मनो मूढम् ॥५॥ અનુવાદ : તમોગુણ વડે વિરુદ્ધ કાર્યોમાં ક્રોધાદિથી જે નિયમિત છે તથા કૃત્ય અને અકૃત્યના વિભાગથી અસંગત છે તે મન “મૂઢ છે.
વિશેષાર્થ મૂઢ પ્રકારના ચિત્તનાં લક્ષણો અહીં આપવામાં આવ્યાં છે. મૂઢ એટલે મૂર્ખ, અજ્ઞાની, ગૂંચવાયેલો, મોહવાળો, વિવેકહીન, મૂઢ ચિત્તવાળા માણસો તમન્ ગુણવાળા હોવાથી ક્રોધાદિ કષાયોના દાસ જેવા બની જાય છે. તેઓ પ્રમાદી અને મનથી નિર્બળ હોય છે. કષાયોના આવેગને વશ થઈ જતા હોવાથી તેમનામાં વિવેક જેવું કે લજ્જા જેવું કશું હોતું નથી. તેઓ ધર્મવિરુદ્ધ, સમાજવિરુદ્ધ કે લોકવિરુદ્ધ કાર્ય કરતાં અચકાતા નથી. તેઓને ભવિષ્યનાં ભયંકર પરિણામોનો તત્કાલ ખ્યાલ કે ડર હોતો નથી, પરંતુ દુઃખ આવી પડે ત્યારે પસ્તાય છે. ન્યાયનીતિનાં કાર્યો અને ચોરી, હિંસા, વ્યભિચારાદિ અનીતિમય કાર્યો વચ્ચેનો તફાવત સમજવો તેમને ગમતો નથી; ક્યારેક તો ન્યાયનીતિની કે સદાચારની વાતોનો તેઓ ઉપહાસ કરતા હોય છે. આવા કલુષિત ચિત્તવાળા માણસો ધર્મના માર્ગે આવી શકતા નથી; આવવા જાય તો તેમાં ટકી શકતા નથી.
[૮૯૪] સત્ત્વોકેશ્વાત્યરિત-નિવાપુ સુરનિર્વાષા
शब्दादिषु प्रवृत्तं सदैव चित्तं तु विक्षिप्तम् ॥६॥ અનુવાદ : સત્ત્વગુણના ઉકથી જે દુઃખનાં કારણોથી દૂર થયેલું છે અને શબ્દાદિ સુખના કારણોમાં સદૈવ પ્રવૃત્ત રહે છે તે ચિત્ત “વિક્ષિપ્ત' છે.
વિશેષાર્થ : અહીં ‘વિક્ષિત' ચિત્તનાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે. જે ચિત્તમાં તામસી અને રાજસી | ભાવોની મંદતા થતી જાય અને ઉત્તરોત્તર સાત્ત્વિક ભાવોની વૃદ્ધિ થતી જાય તો તેવા ચિત્તને વિક્ષિપ્ત ચિત્ત કહેવામાં આવે છે. આવા ચિત્તને ભવભ્રમણનો ભય લાગવા માંડે છે. સત્ત્વગુણના ઉત્કર્ષથી તે ઉલ્લાસમય બને છે. એથી એનાં દુઃખનાં કારણો દૂર થઈ જાય છે. ઇન્દ્રિયોના બાહ્ય પદાર્થો અને વિષયોમાંથી એનો રસ મંદ થતો જાય છે. બીજી બાજુ સુખનાં કારણરૂપ શબ્દાદિના વિષયોમાં કે એવા પદાર્થોમાં કે તત્ત્વોમાં એને રસ પડવા લાગે છે. આમ છતાં વિક્ષિપ્ત ચિત્ત સર્વથા શુદ્ધ નથી હોતું. તે ક્યારેક બહિર્મુખ બને છે, તો ક્યારેક અંતર્મુખ બને છે. યોગસાધના કરનારા સાધકોએ અહીંથી શરૂઆત કરવાની છે. પોતાનું ચિત્ત મૂઢ કે ક્ષિપ્ત ન બની જાય તે માટે તેઓએ કાળજી રાખવાની હોય છે. બીજી બાજુ ચિત્ત જ્યાં છે ત્યાં અટકી ન જતાં વધુ વિશુદ્ધ થાય એ માટે અભ્યાસ કરવાની જરૂર છે.
[૮૯૫) અષાવિશુપાવતાં નિત્યં વાોિષપરિહારતુ
सदृशप्रत्ययसंगतमेकाग्रं चित्तमाम्नातम् ॥७॥ અનુવાદ : અષાદિ ગુણવાળાનું ખેદાદિ દોષોના નિત્ય પરિહારથી સમાન વિષય(પ્રત્યય)માં લાગેલું ચિત્ત “એકાગ્ર' કહેવાયેલું છે.
૫૧૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org