________________
અધ્યાત્મસાર
સંસારના જીવો વિવિધ પ્રકારનાં દુઃખો, અનર્થો આ લોકમાં અને પરલોકમાં અનુભવે છે. રાગદ્વેષ કરવાં એ જીવનો સ્વભાવ નથી. પરંતુ વિભાવ દશામાં અજ્ઞાનને કારણે જીવ રાગથી, દ્વેષથી, કષાયોને કારણે ઘણાં દુઃખો ભોગવે છે અને પોતાનું સંસાર-પરિભ્રમણ વધારી દે છે. દષ્ટિરાગ, કામરાગ અને સ્નેહરાગથી તથા ટ્રેષરૂપી અગ્નિથી જીવનમાં દુઃખ, અશાન્તિ, આકુળવ્યાકુળતા ઉદ્ભવે છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયથી તથા મિથ્યાત્વથી ઘણા ભયંકર અનર્થો સરજાય છે અને તે ભારે કર્મબંધ કરાવે છે.
આમ, ઐહિક અને પારલૌકિક એવાં તમામ દુઃખોનું – અપાયોનું મૂળ રાગદ્વેષાદિ છે. આ અપાયરિચય નામના ધર્મધ્યાનથી આર્તધ્યાન અટકે છે. [૬૧૫. વિપશ્ચિં ચ તે તં યોગગુમાવનમ્
प्रकृत्यादिचतुर्भेदं शुभाशुभविभागतः ॥३८॥ અનુવાદ : તે તે યોગના અનુભાવ(પ્રભાવ)થી ઉત્પન્ન થયેલા અને પ્રકૃતિ આદિ ચાર પ્રકારનાં કર્મોના વિપાકનું શુભ અને અશુભના વિભાગથી ધ્યાન કરવું. ' વિશેષાર્થ : ધર્મધ્યાનનો ત્રીજો પ્રકાર તે વિપાકવિચય છે. વિપાક એટલે કર્મનો પરિપાક અથવા કર્મનું ફળ. આ પ્રકારમાં એના વિશે ચિંતન કરવાનું હોય છે.
આ સંસારમાં પ્રતિક્ષણ શુભ અને અશુભ કર્મનાં નજરે ચડે એવાં મોટાં ફળ કેટલાં બધાં જોવા મળે છે ! આ બધી જે ઘટનાઓ બને છે એમાં કર્મસત્તા કેવી ગજબની રીતે કામ કરી રહી છે એ તો કર્મસિદ્ધાન્તનું રહસ્ય જે જાણતા હોય તેને સવિશેષ સમજાય છે. કોઈ ઘટના જુએ કે એ વિશે સાંભળે અને માણસને તરત ક્યા પ્રકારનું કર્મ ત્યાં ઉદયમાં આવ્યું તે સમજાય. દીરકાનાં લગ્ન લીધો હોય અને બધી તૈયારીઓ થઈ ગઈ હોય ને આગલે દિવસે છાપામાં જાહેરાત આપવી પડે કે અનિવાર્ય સંજોગોને લીધે લગ્ન બંધ રહ્યાં છે ત્યારે અંતરાયાદિ કર્મોનો કેવો ઉદય આવ્યો તે સમજાય. પોતાની ભણેલી, દેખાવડી દીકરીએ પોતાના જ અભણ, ગરીબ, અન્ય ધર્મી ડ્રાઈવર સાથે ભાગી જઈને લગ્ન કરી લીધાં હોય ત્યારે મોહનીય વગેરે કર્મનો કેવો ઉદય છે તે સમજાય. રેલવે અકસ્માતમાં કોઈનો પગ કપાય અને અસહ્ય પીડા અનુભવે ત્યારે અશાતા વેદનીયાદિ કર્મોના વિપાકની સમજ પડે. મંદબુદ્ધિના બાળકને જોઈને જ્ઞાનાવરણીય કર્મના વિપાકનો વિચાર સ્ફરે. કોઈક મરણપથારીએ હોય તો આસપાસ ડૉક્ટરો, સગાંસંબંધીઓ અને અન્ય ચાહકોનું મોટું ટોળું જામ્યું હોય અને દોડધામ થતી હોય અને બીજી બાજુ કોઈક પોતાના ખોરડામાં મરણપથારીએ હોય ને ચીસો નાખતો હોય પણ એને બેઠો કરવા કે પાણી પાવા માટે પણ કોઈ ત્યાં હાજર ન હોય ત્યારે કર્મની વિષમ ગતિનો ખ્યાલ આવે છે. કોઈ દેવની જેમ ખાવાપીવાનું અને હરવાફરવાનું સુખ ભોગવતો હોય છે અને કોઈક શેરીએ શેરીએ ભીખ માંગી માંડ પેટ ભરતો હોય છે. કર્મનાં વિપાકની આવી આવી વિલક્ષણ ઘટનાઓ આપણી દૃષ્ટિ ખોલી નાંખે છે. એવી ઘટનાઓનો કોઈ પાર નથી. ધર્મધ્યાન ધરનાર માટે આ વિપાકવિચયનો વિષય બહુ સહાયક બને એવો છે.
આ પ્રકારના ધર્મધ્યાનમાં શાસ્ત્રકારોએ કર્મના વિપાકમાં મન, વચન અને કાયાના યોગથી બંધાતાં
૩૫૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org