________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
જિનેશ્વર ભગવાનની જગતના દીવાસમી આજ્ઞા નયભંગ અને પ્રમાણથી વ્યાપ્ત અથવા સમૃદ્ધ હોય છે. નય એટલે એક દૃષ્ટિકોણ અથવા એક અપેક્ષા અથવા એક બાજુ. ભંગ એટલે પ્રકાર. પ્રમાણ એટલે સમસ્ત ભાવે, સકલાશે અવલોકન. નય કરતાં પ્રમાણનું મહત્ત્વ વધારે, પરંતુ વસ્તુને ઝીણવટથી જોવી હોય તો નયની જરૂર પડે. બે નય પરસ્પર વિરુદ્ધ હોય તો પણ બંનેની જરૂર પડે. નયના જુદા જુદા પ્રકારો છે, જેમ કે જ્ઞાનનય અને ક્રિયાનય અથવા દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. નયો આપણને પદાર્થનું અનેકાન્તિક દર્શન કરાવે છે.
જિનેશ્વર ભગવાનની વાણી નય અને પ્રમાણથી યુક્ત, સંપૂર્ણ હોવાને કારણે એમાં કોઈ ત્રુટિ કે તર્કદોષ બતાવી શકે નહિ.
જિનેશ્વર ભગવાનની વાણી હેતુ અને ઉદાહરણથી યુક્ત હોય છે. કેટલાક જીવોને સમજાવવા માટે એની જરૂર પડે છે. હેતુ એટલે પ્રયોજન અને કારણ. ઉદાહરણ એટલે સાચી બનેલી ઘટનાનું કે કલ્પિત એવું દૃષ્ટાન્ત. કેટલાકને મંદબુદ્ધિને કારણે, જ્ઞાનાવરણીય કર્મના તેવા પ્રકારના ઉદયને કારણે કે હેતુઉદાહરણના અભાવને કારણે તત્ત્વની વાત નથી સમજાતી. આવાં ઘણાં જુદાં જુદાં કારણો હોય છે. પરંતુ જિનેશ્વર ભગવાનની વાણી હેતુ – ઉદાહરણથી સભર હોવાથી તે સમજાય એવી હોય છે.
વળી, ભગવાનની વાણી અપ્રામાણ્યના દોષથી કલંકિત નથી. એટલે કે તે પ્રમાણભૂત છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચાર પ્રમાણ અથવા પ્રત્યક્ષપ્રમાણ અને પરોક્ષપ્રમાણ અથવા અનુમાનપ્રમાણ અને ઉપમાન પ્રમાણ – એમ વિવિધ પ્રકારનાં પ્રમાણ છે. ભગવાનની વાણી પ્રમાણયુક્ત હોવાથી અપૂર્ણ નથી કે અસત્ય નથી.
આમ, ધર્મધ્યાનમાં જિનેશ્વર ભગવાનની આજ્ઞા વિશે ઘણું ઊંડું ધ્યાન ધરી શકાય છે. એ માટે ઘણા બધા વિષયો અને વિશેષણો છે. તેમાંથી કેટલાંક આ પ્રમાણે છે : (૧) સુનિપુણ (નિપુણતાથી ભરેલી), (૨) અનાદિનિઘન (અનાદિકાળથી તે જ સ્વરૂપે રહેલી), (૩) ભૂતહિતા (જીવોનું કલ્યાણ કરવાવાળી), (૪) ભૂતભાવન (સત્યથી ભાવિત), (૫) અનર્થ (મહામૂલ્યવાન), (૬) અમૃત જેવી, (૭) અજેય, (૮) મહાન અર્થવાળી, (૯) મહાનુભાવ (મહાસામર્થ્યવાળી), (૧૦) મહાવિષયવાળી, (૧૧) નિરવદ્ય (પાપરહિત, નિર્દોષ), (૧૨) અનિપુણ જનથી દુય (સામાન્ય માણસથી ન સમજાય એવી) અને (૧૩) નય-ભંગ-પ્રમાણથી અત્યંત ગહન. જિનાજ્ઞાનો, જિનવાણીનો આ રીતે સર્વોચ્ચ મહિમા દર્શાવવામાં આવ્યો છે.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે “ધ્યાનશતકમાં આ આજ્ઞાનાં ઉપર પ્રમાણે તેર વિશેષણ બતાવ્યાં છે. તે પ્રત્યેક અર્થગંભીર છે.
[૬૧૪] રાષિષાયવિપરિતાનાં કનુષ્મતી !
ऐहिकामुष्मिकांस्तांस्तान्नापायान् विचिन्तयेत् ॥३७॥ અનુવાદ : રાગ, દ્વેષ, કષાય વગેરેથી પીડા પામેલા જીવોના ઐહિક અને પરલોક (આમુમ્બિક) વિશેનાં તે તે વિવિધ પ્રકારનાં અપાયો(કષ્ટો, દુઃખો, અનર્થો)નો વિચાર કરવો. ' વિશેષાર્થ: ધર્મધ્યાનનો બીજો પ્રકાર છે અપાયરિચય. અપાય એટલે દુઃખ, કષ્ટ, ત્રાસ, અનર્થ ઇત્યાદિ.
૩પ૭ :
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org