________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો ધ્યાન અધિકાર
કર્મો તથા કર્મનાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ તથા શુભ અને અશુભ પ્રકારનાં કર્મોનું ચિંતન કરવાની ભલામણ કરી છે. કર્મની પ્રકૃતિ એટલે કર્મના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે આઠ પ્રકાર તથા તેના ઉત્તરભેદ, સ્થિતિ એટલે કામણ વર્ગણાનાં પુલ પરમાણુઓનો આત્મપ્રદેશો પર ચોંટેલા રહેવાનો કાળ. પ્રદેશ એટલે જીવના આત્મપ્રદેશો પર કર્મના જથ્થાનું વળગેલા રહેવું તે. રસ અથવા અનુભાગ એટલે કર્મોની તીવ્રતા, મંદતા વગેરે. આ આઠ પ્રકારનાં કર્મો મન, વચન અને કાયાના યોગે બંધાય છે. તે સ્પષ્ટ, બદ્ધ અને નિકાચિત પ્રકારે બંધાય છે અને તે કર્મો શુભ હોય તો શાતાનો અનુભવ કરાવનાર, દેવગતિનાં સુખો અપાવનાર અને અશુભ હોય તો અશાતા, કષ્ટ, યાતનાનો અનુભવ કરાવનાર, નરક ગતિનાં દુઃખોમાં ધકેલી દેનાર હોય છે.
આ રીતે ધર્મધ્યાનનો ધ્યાતા કર્મના વિપાકનું ધ્યાન ધરી શકે છે. [૬૧] ઉત્પાઉસ્થિતિમંરિપત્નક્ષ: પૃથક્ ા
भेदैर्नामादिभिर्लोकसंस्थानं चिन्तयेद्भुतम् ॥३९॥ અનુવાદ : ઉત્પત્તિ, સ્થિતિ, નાશ (ભંગ) વગેરે પર્યાયોરૂપી લક્ષણો વડે તથા નામ વગેરે પૃથફ ભેદો વડે ભરેલા લોકસંસ્થાનનું ચિંતન કરવું. ' વિશેષાર્થ : ચોથા પ્રકારનું ધર્મધ્યાન તે સંસ્થાનવિચય છે. આ પ્રકારના ધ્યાનમાં ચૌદ રાજલોકનું એટલે કે સમગ્ર સંસારનું ચિંતન કરવાનું છે. આ સંસારમાં છ દ્રવ્યો છે : જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્યોનાં લક્ષણ, આકૃતિ, આધાર પ્રકાર, પ્રમાણ તથા ઉત્પાદ, વ્યય, પ્રોવ્ય વગેરે પર્યાયો છે. વળી નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય, લોક એમ આઠ ભેદથી પણ લોકનું ચિંતન કરવામાં આવે છે. તુદપરાંત દેવલોક, નરક વગેરે સહિત ચૌદ રાજલોક વિશે ચિંતન કરી શકાય છે. જીવનું લક્ષણ, દેહ, કર્મનો કર્તા, કર્મનો ભોક્તા ઇત્યાદિ દૃષ્ટિએ પણ ધ્યાન ધરી શકાય છે. સંસાર એક સમુદ્ર છે અને એમાં ચારિત્રરૂપી જહાજથી પાર પહોંચી મોક્ષનગરીમાં જઈ શકાય છે – ઇત્યાદિ પ્રકારનું ધ્યાન પણ ધરવામાં આવે છે.
આમ, સંસ્થાનવિચયમાં પદાર્થોનું ચિંતન વિસ્તારથી કરી શકાય છે. [૬૧૭] વિયેત્તત્ર વર્તાર મોરે નિઝર્ષUામ્
अरूपमव्ययं जीवमुपयोगस्वलक्षणम् ॥४०॥ અનુવાદ : જીવ ઉપયોગરૂપી સ્વલક્ષણવાળો, પોતાનાં કર્મનો કર્તા અને ભોક્તા છે, અરૂપી છે, અવ્યય છે – એનું એમાં ચિંતન કરવું.
વિશેષાર્થ : સંસ્થાનવિચય નામના ધર્મધ્યાનમાં ચૌદ રાજલોક ઉપરાંત છ દ્રવ્યોમાં મુખ્ય એવા જીવ દ્રવ્યનું પણ ચિંતન કરવાનું છે. આ જીવ (સંસારી અને સિદ્ધ એવા બંને પ્રકારના) વિશે શું ચિંતન કરશો ? જીવના સ્વરૂપ અને એનાં લક્ષણોનું ચિંતન કરતાં તો પાર ન આવે. એટલે એમાંથી થોડાંક લક્ષણો અહીં ઉપાધ્યાયજી મહારાજે આપ્યાં છે.
૩પ૯ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org