________________
પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર
[૬૨૬] તપોડનુત્ર પવનો ક્રૂતરંવેપાતઃ |
वैराग्यमार्गपतितं चारित्रवहनं श्रिताः ॥४९॥ અનુવાદ : તારૂપી અનુકૂળ પવનથી ઉત્પન્ન થયેલા, સંવેગરૂપી વેગથી વૈરાગ્યરૂપી માર્ગે પડેલા (ચડેલા), ચારિત્રરૂપી વહાણમાં બેઠેલા
[૬૨૭] સદ્ભાવનાધ્યમંજૂષાચસ્તગ્નેિત્તર તતઃ |
यथाऽविघ्नेन गच्छन्ति निर्वाणनगरं बुधाः ॥५०॥ અનુવાદ : પંડિતો (જ્ઞાનીઓ) સદ્ભાવના નામની પેટી(મંજૂષા)માં શુદ્ધ ચિત્તરૂપી રત્ન મૂકીને, નિર્વિને નિર્વાણ-નગરે પહોંચે છે.
વિશેષાર્થ : શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતક'માં સંસારરૂપી સાગરનું રૂપક પ્રયોજયું છે અને એ સાગરને તરવા માટે ચારિત્રરૂપી જહાજનું રૂપક પણ પ્રયોજયું છે. એને અનુસરીને શ્રી રિભદ્રસૂરિએ અને એના ઉપરથી ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ પણ આ રૂપક આપ્યું છે. એમાં ધ્યાનશતક' કરતાં થોડો વિગતફેર છે, પણ તે રૂપકને વધુ સવિગત બનાવવા માટે છે એમ સમજાય છે.
જો સંસારરૂપી સાગર જન્મમરણ, મોહ, ક્રોધાદિ કષાયો, અશુભ વિકલ્પો, વાસનાઓ, અજ્ઞાન, કદાગ્રહ, વ્યાધિઓ વગેરેથી ભરેલો અને દુર્ગમ હોય તો એ સાગરને તરીને સામે પાર પહોંચવા માટે સામગ્રી અને શક્તિ પણ એવા જ સબળ જોઈએ. એટલે એ સમુદ્રને તરવા માટે ચારિત્રરૂપી જહાજ તૈયાર કરવામાં આવ્યું છે. શીલાંગરૂપી પાટિયા અને સમ્યક્ત્વરૂપી દઢ બંધથી એ બાંધવામાં આવ્યું છે. તેમાં ઉત્સર્ગ અને અપવાદરૂપી બે માળમાં આચારરૂપી મંડપ (કેબિન) કરવામાં આવ્યો છે. વહાણમાં આશ્રવોરૂપી જે છિદ્રો રહી ગયાં હતાં તે સંવર વડે પૂરવામાં આવ્યાં છે. એમાં સદ્યોગરૂપી કૂવાસ્તંભ ઉપર અધ્યાત્મરૂપી શ્વેત રેશમી વાવટો (સિતાંશુક) ફરકાવવામાં આવ્યો છે. સુકાની તરીકે જ્ઞાનની નિમણૂક કરવામાં આવી છે. વહાણના રક્ષણ માટે સમિતિગુપ્તિ સાથે સદાશયરૂપી યોદ્ધાઓ લેવામાં આવ્યા છે. આ વહાણમાં પંડિતો (જ્ઞાનીઓ) બેઠા છે. તેઓની પાસે સદ્ભાવનારૂપી મંજૂષામાં શુદ્ધ ચિત્ત (શુદ્ધોપયોગ) રૂપી રત્નો છે. | વહાણ ઊપડ્યું અને એણે વૈરાગ્યરૂપી દિશા પકડી. તારૂપી જોરદાર અનુકૂળ પવનને લીધે સંવેગરૂપી વેગ મળ્યો. આથી આ જહાજ સુરક્ષિતપણે નિર્વાણરૂપી નગરીએ પહોંચી ગયું.
આમ સંસારરૂપી સાગર અને તે પાર કરવા માટે ચારિત્રરૂપી જહાજનું રૂપક સંસ્થાનવિય નામના ધર્મધ્યાન માટે પ્રાચીન સમયથી અપાતું આવ્યું છે. એક એક વિગત ગોઠવતાં ગોઠવતાં અને તે પ્રમાણે ચિત્તમાં ચિત્ર તૈયાર કરવામાં ઠીક ઠીક સમય લાગે છે અને એ રીતે ધ્યાતા આ ધર્મધ્યાનમાં ઠીક ઠીક રોકાયેલો રહે છે. એના ચિત્તમાં ચંચળતા કે અન્ય વિકલ્પો જલદી આવતા નથી.
૩૬૩
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org