________________
અધ્યાત્મસાર
(૪) તે કામરૂપી વડવાનલથી ભીષણ બનેલો છે. (૫) તે આશારૂપી વાયુથી ભરેલો છે. (૬) તે ક્રોધાદિ કષાયોરૂપી પાતાલ-કલશોથી ઊછળતો રહે છે. (૭) તે અસત્ વિકલ્પોરૂપી મોટાં ભયંકર મોજાંઓને ધારણ કરે છે. (૮) તે હૃદયમાં ઊઠતી વાસનાઓના જોરદાર પ્રવાહોને કારણે ન ઉલ્લંઘી શકાય એવો છે. (૯) તે સુખની પ્રાર્થનાઓરૂપી લહરીઓની પરંપરાવાળો છે. (૧૦) તે જલદી ન સંતોષાય એવા વિષયરૂપી ઉદરવાળો છે. (૧૧) તે અજ્ઞાન (મિથ્યાત્વ) રૂપી દુર્દિનવાળો છે. (૧૨) તે આપત્તિઓરૂપી વીજળી પડવાથી ભય પેદા કરનારો છે. (૧૩) તે કદાગ્રહરૂપી દુષ્ટ વાયુ વડે હૃદયને ધ્રુજાવનારી છે. (૧૪) તે વ્યાધિઓરૂપી માછલાં અને કાચબાઓથી ખીચોખીચ ભરેલો છે. (૧૫) તે જંગમ અથવા ચલાયમાન પર્વતો (આઈસબર્ગ)થી દુર્ગમ છે.
આમ જન્મ, જરા, મૃત્યુ, અજ્ઞાન, મિથ્યાત્વ, વાસનાઓ, કષાયો, પરિગ્રહ, વ્યાધિઓ, આપત્તિઓ વગેરેથી ભરેલો સંસાર ભયંકર છે એમ ચિંતવવાથી ધર્મધ્યાનમાં સ્થિર થવાય છે. [૨૩] સંતરોપર્વ સીવવંદવંધનમ્ |
बहुशीलांगफलकं ज्ञाननिर्यामिकान्वितम् ॥४६॥ અનુવાદ : તેને (સંસારરૂપી સાગરને) તરવાના ઉપાયરૂપે સમ્યકત્વરૂપી દઢ બંધનવાળા, બહુ શીલાંગરૂપી પાટિયાં(ફલક)વાળા, જ્ઞાનરૂપી નિર્યામક(સુકાની) સાથેના[૬૨૪] સંવરીતાશ્રછિદ્ર ગુણિપુતં માતઃ |
आचारमंडपोद्दीप्तापवादोत्सर्गभूद्वयम् ॥४७॥ અનુવાદ : સંવર વડે જેનાં આશ્રવરૂપી છિદ્રો પૂરાયેલાં છે, ચારે બાજુથી તે ગુક્તિઓ વડે રક્ષણ કરાયેલું છે, અપવાદ અને ઉત્સર્ગરૂપી બે માળ(ભૂમિ)વાળા ને આચારરૂપી મંડપથી પ્રદીપ્ત છે એવા–
(૬૨૫] સંતુર વૈwછુષ્ય સલાશઃ |
सद्योगकूपस्तंभाग्रन्यस्ताध्यात्मसितांशुकम् ॥४८॥ અનુવાદ : સદાશયરૂપી અસંખ્ય દુર્ધર યોદ્ધાઓને લીધે અપરાજેય, સદ્યોગરૂપી કૂવાતંભના અગ્ર ભાગ ઉપર અધ્યાત્મરૂપી સઢ (સિતાંશુકશ્વેત વસ્ત્ર) છે એવા
૩૬૨
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org