________________
અંગની સજ્ઝાય. સુરતમાં એ રીતે એમને અને અધ્યાત્મરસિક શ્રાવકોને સ્વાધ્યાયની સારી તક મળી હશે એમ લાગે છે. શ્રી યશોવિજયજીની કૃતિઓના અંતભાગમાં ગૃહસ્થોનાં નામોનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ અગિયાર અંગની સઝાયમાં રૂપચંદભાઈ, માણિક શ્રાવિકા વગેરેએ ‘સાંભલ્યાં વિધિસ્સું અંગ ઇગ્યાર' એવો ઉલ્લેખ થયો છે. તે ઉપરથી જણાય છે કે તે સમયે એમના જેવા શાસ્ત્રજ્ઞ પાસેથી અગિયાર અંગ સાંભળવાની પાત્રતા ધરાવનાર શાસ્ત્રરસિક ગૃહસ્થો સુરતમાં હશે !
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના વિદ્યાગુરુ વિશે નીચે પ્રમાણે એક દંતકથા પણ પ્રચલિત છે : એક વખત શ્રી યશોવિજયજી મહારાજ ખંભાતમાં પધાર્યા હતા. એક દિવસ તેઓ ઉપાશ્રયમાં જ્યારે વ્યાખ્યાન આપી રહ્યા હતા તે વખતે ત્યાં કોઈ એક વયોવૃદ્ધ સજ્જન આવ્યા અને સભાને છેડે વ્યાખ્યાન સાંભળવા બેસી ગયા. મહારાજની તેના પર નજર પડી, એથી તેમને ઘણું આશ્ચર્ય થયું. કારણ કે એ સજ્જન તે એમના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય હતા. તેમણે તે સજ્જનને વંદન કર્યું, એથી સૌ તે વૃદ્ધ સજ્જન તરફ કૌતુકથી જોવા લાગ્યા અને ઉપાધ્યાયજી મહારાજ સાહેબ જેમને વંદન કરે છે તે વ્યક્તિ કોણ હશે તે વિશે તર્ક કરવા લાગ્યા. તે સમયે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે, ‘આ એ વ્યક્તિ છે કે જેની પાસે કાશીમાં મેં નવ્યન્યાયનું અધ્યયન કર્યું છે. મારા એ વિદ્યાગુરુ છે. એમનો હું અત્યંત ઋણી છું. તમારે એનો યોગ્ય સત્કાર કરવો જોઈએ.' એ સાંભળી ખંભાતના શ્રી સંઘે તરત રૂપિયા સત્તર હજારની રકમ એકઠી કરી અને તે બ્રાહ્મણ પંડિતને ગુરુદક્ષિણામાં આપી. પોતાના શિષ્યનો આવો પ્રભાવ જોઈ હર્ષ પામી વિદ્યાગુરુએ વિદાય લીધી.
શ્રી આનંદઘનજી અને શ્રી યશોવિજયજી
શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદઘનજી મહારાજ સમકાલીન હતા. આનંદઘનજી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ હતા એટલે શ્રી આનંદધનજીનાં દર્શન માટે શ્રી યશોવિજયજી અત્યંત ઉત્સુક હતા. જ્યારે તેમનું મિલન થયું ત્યારે શ્રી યશોવિજયજીને ઘણો આનંદ થયો હતો એ ઘટના ઐતિહાસિક અને નિર્વિવાદ છે. શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ રચેલી ‘અષ્ટપદી' તેના પુરાવારૂપ છે. એ અષ્ટપદીમાંની ‘જયવિજય કહે સુનો આનંદઘન, હમ તુમ મિલે હજુર', ‘જસ કહે સોહી આનંદધન પાવત, અંતરજ્યોત જગાવે', ‘આનંદ કી ગત આનંદઘન જાણે', એસી દશા જબ પ્રગટે ચિત્ત અંતર’, ‘સોહી આનંદઘન પિછાને', ‘એહી આજ આનંદ ભયો મેરે, તેરો મુખ નીરખ, રોમ રોમ શીતલ ભયો અંગોઅંગ' ઇત્યાદિ પંક્તિઓ શ્રી યશોવિજયજીને શ્રી આનંદઘનજી માટે કેટલો બધો આદર હતો તે દર્શાવે છે. આનંદધનજીનાં દર્શનનો પોતાના જીવન ઉપર કેટલો બધો પ્રભાવ પડ્યો છે તે નમ્રતાપૂર્વક દર્શાવતાં તેઓ લખે છે :
‘આનંદઘન કે સંગ સુજસહી મિલે જબ, તબ આનંદસમ ભયો સુસ; પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત કી તાકે કસ.'
ઉપાધ્યાયજી મહારાજને શ્રી આનંદઘનજી ક્યાં મળ્યા હશે, ક્યારે અને કેવી રીતે મળ્યા હશે તે વિશે નિશ્ચિતપણે આપણને કશું જાણવા મળતું નથી. દંતકથા એમ કહે છે કે શ્રી યશોવિજયજી આબુમેડતા તરફ વિહાર કરતા હતા તે સમયે તેઓ સાધુઓમાં વિદ્વાન, શાસ્ત્રજ્ઞ અને બહુશ્રુત ગણાતા હતા. એમનાં વ્યાખ્યાનો સાંભળવા અનેક લોકો આવતા. બીજી બાજુ આનંદઘનજી પણ યોગ અને
Jain Education International2010_05
27
For Private & Personal Use Only
www.jainelibrary.org