________________
અધ્યાત્મવિદ્યામાં ઘણા ઊંડા ઊતર્યા હતા. તેઓ આબુ-મેડતાની આસપાસના પ્રદેશમાં એકાંતમાં વિચરે છે એમ જાણી શ્રી યશોવિજયજી તેમને મળવા માટે તપાસ કરતા રહેતા હતા. બીજી બાજુ શ્રી યશોવિજયજીની બહુશ્રુતતાની વાત શ્રી આનંદઘનજીએ પણ સાંભળી હતી. તેઓ આસપાસના પ્રદેશમાં આવ્યા છે એમ જાણીને શ્રી આનંદઘનજી પણ તેમને મળવા ઉત્સુક થયા હતા. એક દિવસ શ્રી યશોવિજયજી ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તે સાંભળવા માટે આસપાસના પ્રદેશમાંથી આવીને બેઠેલા સાધુઓના સમુદાયમાં જીર્ણ વેશધારી એક વૃદ્ધ સાધુ પણ આવીને બેસી ગયા હતા. શ્રી યશોવિજયજીનું અધ્યાત્મ વિશેનું વ્યાખ્યાન સાંભળીને જયારે પોતાના ચહેરા પર સૌ પ્રસન્નતા વ્યક્ત કરતા હતા, ત્યારે એ જીર્ણ વેશધારી વૃદ્ધ સાધુના ચહેરા પર એટલો હર્ષ જણાતો નહોતો. શ્રી યશોવિજયજીએ એમને પાટ ઉપરથી પૂછયું, “અરે, સ્થવિર સાધુ ! તમને મારા વ્યાખ્યાનમાં બરાબર સમજણ પડી કે નહિ ?' પરંતુ તેમની સાથે થોડી વાતચીત કરતાં જ આ કોઈ બહુ જ્ઞાની અને અનુભવી સાધુ મહાત્મા છે એમ સમજાયું. અનુમાનથી શ્રી યશોવિજયજીને ખબર પડી ગઈ કે તેઓ તો શ્રી આનંદઘનજી મહારાજ જ છે, એટલે ઉપાધ્યાયજી તરત પાટ ઉપરથી ઊતરી તેમની પાસે ગયા અને પોતે જે શ્લોકનું વિવેચન કરતું વ્યાખ્યાન આપ્યું હતું તે શ્લોક પર વ્યાખ્યાન આપવા માટે શ્રી આનંદઘનજીને આગ્રહપૂર્વક વિનંતી કરી. શ્રી આનંદઘનજીએ એ એક શ્લોક પર એકધારું સરસ વ્યાખ્યાન આપ્યું. શ્રી યશોવિજયજી બહુશ્રુત પંડિત હતા, પરંતુ આનંદઘનજી તો આધ્યાત્મિક અનુભૂતિ ધરાવનાર અવધૂત હતા. એમનું વ્યાખ્યાન સાંભળી સૌ શ્રોતાજનો ડોલવા લાગ્યા. શ્રી યશોવિજયજીએ પણ એકચિત્તથી એ વ્યાખ્યાન સાંભળી અત્યંત પ્રસન્નતા અનુભવી. આ પ્રસંગથી શ્રી આનંદધનજી પ્રત્યે તેમને ઘણો પૂજ્યભાવ થયો હતો.
આ પછી દંતકથા પ્રમાણે, બીજી એક વાર શ્રી આનંદઘનજીને મળવાની ઇચ્છા શ્રી યશોવિજયજીને થઈ હતી. બાવાઓને પૂછતાં પૂછતાં આબુ પરની એક ગુફા પાસે તેઓ આવી પહોંચ્યા. તે સમયે આનંદઘનજી ધ્યાનમાંથી ઊઠીને બહાર નીકળ્યા હતા. “મેરે નિરંજન યાર, તું કૈસે મિલેંગે' નામનું સ્વરચિત આધ્યાત્મિક પદ મધુર કંઠે ગાયા પછી “અગ્નિ સહ મેરી દેવી જલે' એ પદ ગાવું તેમણે શરૂ કર્યું હતું. એવામાં સામેથી શ્રી યશોવિજયજીને આવતા જોઈને તેઓ સામા જઈ તેમને ભેટ્યા હતા. અને પોતાનું પદ પૂરું કરતાં ગાયું હતું :
આનંદઘન કહે “જસ” સુનો બાતાં;
એહી મિલે તો મેરો ફેરો ટળે.” કહેવાય છે કે આ પ્રસંગ પછી શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ “અષ્ટપદીની રચના કરી. એમના મુખમાંથી કેટલીક પંક્તિઓ સરી પડી :
“મારગ ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે ! રહત આનંદ ભરપૂર !"
“જસવિજય કહે સુનો આનંદઘન, તુમ હમ મિલે હજૂર.” શ્રીપાળ રાસ'ની રચનામાં સહયોગ
જૈન સાહિત્યમાં ‘લોકપ્રકાશ”, “શાંત સુધારસ”, “પુણ્ય પ્રકાશનું સ્તવન' વગેરે સંસ્કૃત અને ગુજરાતી
28 For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org