SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. નરહસ્ય : આ ગ્રંથમાં નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. ૧૧. નયપ્રદીપ : સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લોક સહિત ગદ્યમાં રચાયેલો આ ગ્રંથ “સપ્તભંગી સમર્થન’ અને ‘નયસમર્થન” એ નામના બે સર્ગમાં વહેંચાયેલો છે. ૧૨. નયોપદેશ કર્તાએ આ ગ્રંથની સટીક રચના કરી છે અને તેમાં સાતે નયોનું સ્વરૂપ સમજાવ્યું છે. ૧૩. જ્ઞાનબિંદુ : સાડા બારસો શ્લોકમાં રચાયેલા આ ગ્રંથમાં કર્તાએ જ્ઞાનના પ્રકાર, લક્ષણ, સ્વરૂપ ઇત્યાદિની વિસ્તારથી મીમાંસા કરી છે. ૧૪. જ્ઞાનસાર : આઠ શ્લોકનું એક અષ્ટક એવાં ૩૨ અષ્ટકોમાં કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ઉપર કર્તાએ પોતે જ બાલાવબોધ(ટબો)ની પણ રચના કરી છે. આત્મસ્વરૂપને સમજવાને માટે જે જે સાધનોની જરૂર પડે છે તે સાધનોનું ક્રમબદ્ધ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ૧૫. ન્યાયખંડનખંડખાદ્ય : ૫૫૦૦ શ્લોકમાં રચાયેલો આ ગ્રંથ નવ્ય ન્યાયની વિશિષ્ટ કોટિનો, અર્થગંભીર અને જટિલ છે. કર્તાના ઉચ્ચ કોટિના પાંડિત્યની પ્રતીતિ કરાવે એવો તે ગ્રંથ છે. ૧૬. ન્યાયલોક : આ ગ્રંથમાં ન્યાયદષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૧૭. પ્રતિમાશતક : કર્તાએ મૂળ એકસો શ્લોકમાં આ ગ્રંથની રચના કરીને ત્યારપછી તેના ઉપર પોતે મોટી ટીકા રચી છે. તેમાં તેમણે જિન-પ્રતિમાની પૂજા નહિ કરવાનું જણાવતા મતોનું ખંડન કરીને જિનપ્રતિમાની પૂજા કરવાના મતનું પ્રતિપાદન કર્યું છે. આ ગ્રંથો ઉપરાંત, ઐન્દ્રસ્તુતિઓ, ઉપદેશરહસ્ય, આરાધક-વિરાધકચતુર્ભગી, આદિજિન સ્તવન, તત્ત્વવિવેક, તિન્વયોક્તિ, ધર્મપરીક્ષા, જ્ઞાનાર્ણવ, અસ્પૃશદ્ગતિવાદ, પંચનિગ્રંથિપ્રકરણ, પરમજયોતિપંચવિંશિકા, પરમાત્મ-પંચવિંશિકા, પ્રતિમા સ્થાપનન્યાય, ફલાફલ વિષયક પ્રશ્નોત્તર, ભાષારહસ્ય, માર્ગ પરિશુદ્ધિ, મુક્તાશક્તિ, યતિદિનચર્ચા પ્રકરણ, વૈરાગ્યકલ્પલતા, શ્રી ગોડી પાર્થસ્તોત્ર, વિજયપ્રભસૂરિસ્વાધ્યાય, શંખેશ્વર પાર્થસ્તોત્ર, સમીકાપાર્થસ્તોત્ર, સામાચારી પ્રકરણ, સ્તોત્રાવલિ ઇત્યાદિ મૌલિક ગ્રંથોની રચના શ્રી યશોવિજયજીએ કરેલી છે. આ ઉપરાંત તેમણે દિગમ્બરાચાર્ય સમતંભદ્ર કૃત અષ્ટસહસ્ત્રી ઉપર વિવરણ, કર્મપ્રકૃતિ બૃહદ્ ટીકા, કર્મપ્રકૃતિ લધુ ટીકા, તત્ત્વાર્થવૃત્તિ, દ્વાદશાર ચક્રોદ્ધાર વિવરણ, ધર્મસંગ્રહ ટિપ્પણ, પાતંજલ યોગસૂત્રવૃત્તિ, યોગવિંશિકા વિવરણ, શાસ્ત્રવાર્તા સમુચ્ચયવૃત્તિ, ષોડશકવૃત્તિ, સ્વપરિજ્ઞા પદ્ધતિ ઇત્યાદિ ટીકાગ્રંથોની રચના કરી છે. શ્રી યશોવિજયજીના કેટલાક ગ્રંથો હજુ પણ અનુપલબ્ધ છે. અધ્યાત્મબિંદુ, અધ્યાત્મોપદેશ, અલંકારચૂડામણિ ટીકા, ન્યાયબિન્દુ, મંગલવાદ, વેદાંતનિર્ણય વગેરે એમના પચ્ચીસ કરતાંયે વધુ ગ્રંથોના ઉલ્લેખો મળે છે, જે હાલ અનુપલબ્ધ છે. આમ, ઉપલબ્ધ, અનુપલબ્ધ, મૌલિક ગ્રંથો અને ટીકાગ્રંથો મળી લગભગ ૮૦ કરતાંય વધુ ગ્રંથોની સંસ્કૃતમાં અને અર્ધમાગધીમાં મહોપાધ્યાયજીએ રચના કરી છે, જે પરથી એમની વિદ્વત્તા અને પ્રતિભાનો સારો પરિચય આપણને મળી રહે છે. એમણે દિગમ્બરાચાર્ય સમતંભદ્ર કૃત “અષ્ટસહસ્ત્રી', પતંજલિકૃત ‘યોગસૂત્ર', મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ', જાનકીનાથ શર્માકૃત ‘ન્યાય સિદ્ધાંત મંજરી' ઇત્યાદિ ગ્રંથો ઉપર વૃત્તિ લખી છે. તથા યોગવાસિષ્ઠ, ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ 34 Jain Education Interational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy