________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : સમતાનું માહાસ્ય દર્શાવતાં ગ્રંથકાર મહર્ષિ એક જુદી જ વાત કરે છે. સિદ્ધોના પંદર પ્રકાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. એમાં અન્યલિંગીનો પ્રકાર પણ છે. જૈન ધર્મને અનુસરી સમ્યગ્રદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણેની જે આરાધના કરે છે તે મોક્ષ મેળવે છે. પરંતુ જે જૈન ન હોય અને અન્ય ધર્મનું પાલન કરતો હોય એવો જીવ પણ સિદ્ધ ગતિ પામી શકે છે એમ જે કહ્યું છે તો તે કેવી રીતે સમજવું ? એટલું તો નિશ્ચિત છે કે મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય અને જ્યાં સુધી સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સિદ્ધ ગતિ પ્રાપ્ત ન થાય. અન્યલિંગીઓ પ્રાયઃ મિથ્યાત્વી હોય છે. તો પછી અન્યલિંગીને સિદ્ધગતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? એનો ઉત્તર આપતાં અહીં કહેવાયું છે કે અન્યલિંગઓમાં જો સમતાનો એટલે રાગદ્વેષરહિતતાનો ગુણ વિકાસ પામેલો હોય તો એમનામાં રત્નત્રયના ફળસ્વરૂપ ભાવ–જૈનત્વ પ્રગટ થાય. એટલે કે લિંગ અર્થાત વેષથી એટલે દ્રવ્યથી તેઓ જૈન ન હોય તો પણ ભાવથી તેઓ જૈનત્વ પ્રાપ્ત કરે છે. ભાવજૈનત્વ પ્રાપ્ત થતાં તેઓનું મિથ્યાત્વ ચાલ્યું જાય છે અને સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રની એમની આરાધના જૈન દર્શનાનુસાર જ થાય છે. એટલે સમતા જ એમને સિદ્ધ ગતિ અપાવે છે. સમતાને અહીં સાધારણ સામાન્ય અર્થમાં સમજવાની નથી, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ સમજવાની છે. એવી જ રીતે જેમ અન્યલિંગી તેમ ગૃહલિંગી વગેરે પણ આ સમતાની સાધનાથી સિદ્ધગતિ પામે છે. [૨૫] જ્ઞાની પુનમેષેવ નયસ્થાનીવરિ: |
चन्दनं वह्निनेव स्यात् कुग्रहेण तु भस्म तत् ॥२४॥ અનુવાદ : નયોને તેના સ્થાનમાં સ્થાપનાર જ્ઞાનનું ફળ પણ એ જ (સમતા) છે. અગ્નિ વડે જેમ ચંદન તેમ કુગ્રહ (કદાગ્રહ) વડે તે (જ્ઞાન) ભસ્મ થઈ જાય છે.
વિશેષાર્થ : નૈગમાદિ સાત નયોને પોતપોતાના સ્થાનમાં યોજવાના સ્વભાવવાળા જ્ઞાનનું ફળ સમતા છે. દરેક નય પોતાના મતને સ્થાપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સ્યાદ્વાદ વસ્તુના યથાર્થ સ્વરૂપનો બોધ કરાવે છે. હવે જો કોઈ વ્યક્તિ પોતાને અભિમત એવા કોઈ એક જ નયનો માત્ર આગ્રહ નહિ, કદાગ્રહ કરવા લાગે તો વસ્તુનો યથાર્થ બોધ નહિ થાય. વિવિધ નયોને સમજવાની અને વસ્તુને વિવિધ નયથી તપાસવાની જ્ઞાનશક્તિ એવી પરિપક્વ થવી જોઈએ કે તે મમત્વભાવથી કોઈ એકાદ નય તરફ ઢળી પડે નહિ. નયોના જ્ઞાનની સાથે જ્યાં મમત્વ છે ત્યાં સમત્વ નહિ આવી શકે. સમત્વની સાધના માટે મમત્વનો અને કદાગ્રહનો સ્વેચ્છાએ સરળતાથી ત્યાગ કરવો જોઈશે. આવું જ્યાં જ્ઞાન છે ત્યાં એ જ્ઞાનનું ફળ તે સમતા છે. અહીં ગ્રંથકર્તાએ એક સરસ ઉદાહરણ આપ્યું છે. ચંદન શીતળતા આપે છે અને સુવાસ પણ આપે છે. પરંતુ એ જ ચંદનને અગ્નિનો યોગ થાય તો ચંદન બળીને ભસ્મ થઈ જાય છે. ચંદનની માત્ર રાખે જ રહે છે. જ્ઞાન ચંદનના જેવું છે. સાચા જ્ઞાનનું લક્ષણ સુવાસ અને શીતળતા આપવાનું છે. એ ત્યારે જ બની શકે કે જ્યારે એ સમતામાં પરિણમે. ઓછું, અધકચરું અને કદાગ્રહી જ્ઞાન તો વાદવિવાદ, સંઘર્ષ અને કલહ જન્માવે. એટલે કોઈ પણ એક નયને કદાગ્રહપૂર્વક પકડી રાખવાથી સમતાની સિદ્ધિ થતી નથી. એથી તો વિવાદનો વંટોળ ઊભો થાય છે. એટલે જ જ્ઞાની મહાત્માઓની સમત્વમાં પરિણમેલી પરિપક્વ બુદ્ધિ નયોના કદાગ્રહમાં ક્યારેય અટવાતી નથી. તેઓ સમતાપૂર્વક નિયોનું યથાર્થ નિરૂપણ કરે છે.
૧૪૦ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org