________________
પ્રબંધ ત્રીજો, અધિકાર નવમો સમતા અધિકાર
ખબર નથી હોતી. એની એને કશી સમજણ પણ નથી હોતી. એવી જ રીતે સામાન્ય લોકો યોગીઓના સમતાના અનુભવના સુખ વિશે કશું જ જાણતા નથી. આ સુખ તો અનુભવે જ સમજી શકાય એવું છે. એનું વર્ણન થઈ શકે એવું નથી. કદાચ યત્કિંચિત વર્ણન કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ તેથી તે સુખનો યથાર્થ પૂર્ણ ખ્યાલ આવી શકે એમ નથી. [૨૫] નત્તિqત્યાવિહ્યાલાશરસ્તીવ્રઃ વમfમ7 |
समतावर्मगुप्तानां नार्तिकृत्सोऽपि जायते ॥२१॥ અનુવાદ : નમસ્કાર, સ્તુતિ ઇત્યાદિની ઇચ્છરૂપી તીવ્ર બાણ પોતાના આત્માના) મર્મસ્થાનને ભેદનારું છે. પરંતુ સમતારૂપી બક્ષરથી રક્ષણ કરાયેલાને તે પીડાકારી થતું નથી.
વિશેષાર્થ : નતિ એટલે નમસ્કાર અને સ્તુતિ એટલે પ્રશંસા. મોટા મોટા ધુરંધરો પણ બધાની વચ્ચે ભક્તિભાવથી પોતાને નમસ્કાર કરે, બધા લોકો પોતાની પ્રશંસા કરે તથા બધા લોકો પોતાનાં આહાર, વસ્ત્ર, વાહન, સફર, શયન વગેરે માટે ઉત્તમોત્તમ સાધનો સાથે પોતાની સારસંભાળ લે, પોતાનો પડ્યો બોલ રાજી થઈને ઝીલી લે–આવી આવી આશંસાઓ, આકાંક્ષાઓ કહેવાતા ત્યાગી મહાત્માઓને થાય છે. એમાં કંઈ પણ ન્યૂનતા જણાય તો તેમનું મન ક્રોધ કરી બેસે છે. વસ્તુતઃ આ બધી આકાંક્ષાઓ મર્મભેદી તીવ્ર બાણ જેવી છે. એ ન મળે તો કહેવાતા મોટા મહાત્માઓનું હૃદય પણ ભેદાઈ જાય છે. પરંતુ જેમણે સમતારૂપી બશ્વર પહેર્યું હોય તેમને કોઈ નમે કે ન નમે, કોઈ પ્રશંસા કરે કે ન કરે, કોઈ પોતાનું ધ્યાન રાખે કે ન રાખે એથી કશું થતું નથી. તેઓ તો પોતાના સમતારસમાં આનંદમગ્ન હોય છે. [૨૫૭] પ્રતાપિ મન નનનાં ટિોટિ: |
तमांसीव प्रभा भानोः क्षिणोति समता क्षणात् ॥२२॥ અનુવાદ : જેમ સૂર્યની પ્રભા અંધકારનો નાશ કરે છે તેમ કોટિ કોટિ જન્મોથી બાંધેલા કર્મોનો સમતા ક્ષણવારમાં નાશ કરે છે.
વિશેષાર્થ : સમતાનો પ્રભાવ દર્શાવતાં અહીં કહેવાયું છે કે જીવે કોટિકોટિ (કરોડ ગુણ્યા કરોડ) જેટલાં વર્ષોથી બાંધેલાં ભારે ઘાતી કર્મો હોય તો પણ તે બધાંનો ક્ષણવારમાં ક્ષય કરવાનું સામર્થ્ય સમતામાં છે. કોઈકને પ્રશ્ન થાય કે આવું તો કેવી રીતે બની શકે ? ગ્રંથકાર મહર્ષિ દષ્ટાંત આપે છે કે કોડાકોડી જેટલાં વર્ષ જૂનો અંધકાર હોય તો તે દૂર કરવા માટે સૂર્યને કોડાકોડી વર્ષ ન લાગે. સૂર્યનું તો એક કિરણ પડતાં કરોડો વર્ષ જૂના અંધકારનો નાશ થઈ જાય છે. તેવી રીતે સમતામાં પણ ભારેમાં ભારે કર્મોનો તરત ક્ષય કરવાની સ્વાભાવિક તાકાત હોય છે. [૨૫૮] મત્સાિિસદ્ધાનીમાધાર: સસ્તવ દિશા
रत्नत्रयफलप्राप्तेर्यया स्याद् भावजैनता ॥२३॥ અનુવાદ : અલિંગી વગેરે જે સિદ્ધ થાય છે તેઓનો આધાર સમતા જ છે. એના વડે રત્નત્રયના ફળની પ્રાપ્તિથી ભાવ-જૈનત્વ ઉત્પન્ન થાય છે.
૧૩૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org