________________
પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર
હોય તો જિનેશ્વર ભગવાનનાં વચનોનાં રહસ્યોનું ઉદ્ઘાટન સવિશેષ થાય છે. નદીનાં નિર્મળ નીરમાં જો તરંગો ઊઠતા હોય એ તો નદીની પ્રફુલ્લિત અને પ્રસન્ન અવસ્થાનું સૂચન કરે છે. હૃદયની શુદ્ધિ દ્વારા ક્ષમા, સંયમ, કષાયની ઉપશાંતતા વગેરે પ્રકારના શુભ ભાવો રૂપી તરંગો ઊછળતા રહે છે. હૃદયની શુદ્ધિ થાય એટલે અહંકાર વિચલિત થયા વગર રહે નહિ. જાતિ, કુળ, રૂપ, તપ, શ્રત, બળ, ધન અને ઐશ્વર્ય એ આઠ પ્રકારના મદરૂપી વધતા જતા જવરનો નાશ કરવામાં આ હૃદયશુદ્ધિ પરમ ઔષધિનું કામ કરે છે. આમ હૃદયની શુદ્ધિ હોય તો બોધ સારી રીતે થાય, શુભ ભાવની ભરતી રહ્યા કરે અને મદના વિકારો ચાલ્યા જાય. [૩૧૭] અનુકવામૃત છું અનુત્તર
व्रतमरालविलासपयोजिनी सकलकर्मकलंकविनाशिनी
मनस एव हि शुद्धिरुदाहृता ॥१४॥ અનુવાદ : મનની શુદ્ધિ અનુભવરૂપી અમૃતના કુંડ સમાન, મહાવ્રતરૂપી હંસને વિલાસ કરવા માટે કમલિની સમાન અને સકલ કર્મના કલંકનો નાશ કરનારી છે, એમ કહ્યું છે.
વિશેષાર્થ : મનની શુદ્ધિનો પ્રભાવ વર્ણવતાં આ શ્લોકમાં ગ્રંથકાર મહર્ષિ બીજી ત્રણ વાત કહે છે. સ્વરૂપાનુભવ, મહાવ્રતો અને કર્મ વિશેની આ વાત છે. મનશુદ્ધિ થાય તો જ સ્વરૂપાનુભવ થઈ શકે, અન્યથા નહિ. ચિત્તમાંથી વિકલ્પો જ્યારે શમી જાય અને નિર્વિકલ્પ દશા આવે એ વખતે શાંત સુધારસનો અનુભવ થાય છે. એ અમૃતના કુંડ જેવી આ મનશુદ્ધિ છે. આવી શુદ્ધિ હોય તો મહાવ્રતોરૂપી અર્થાત્ ચારિત્રરૂપી સ માનસરોવરમાં કમલિની સાથે આનંદકેલિ કરે છે. એટલે કે મહાવ્રતોના પરિપાલનમાં અત્યંત ઉત્સાહ અને ઉલ્લાસ પ્રવર્તવા લાગે છે. મહાવ્રતો બોજા રૂપ નથી લાગતાં. તદુપરાંત મનની શુદ્ધિથી કર્મરૂપી કલંકનો નાશ થાય છે. મન, વચન અને કાયા એ ત્રણેમાં સૌથી વધારે અને સૌથી ભારે કર્મો મનથી બંધાય છે, તો બીજી બાજુ કર્મોનો નાશ કરવામાં સૌથી મહત્ત્વનું કાર્ય પણ મન જ કરે છે. મનની શક્તિ ઘણી મોટી છે. આમ, મનની શુદ્ધિનું માહાભ્ય ઘણું જ છે. [૩૧૮] પ્રથમતો વ્યવહારનયસ્થિતોડ
शुभविकल्पनिवृत्तिपरो भवेत् । शुभविकल्पमयव तसे वया
हरति कंटक एव हि कंटकम् ॥१५॥ અનુવાદ : પ્રથમ તો વ્યવહાર નયમાં રહીને શુભ વિકલ્પમય વ્રતોનું સેવન કરવા વડે અશુભ વિકલ્પની નિવૃત્તિ કરવામાં તત્પર રહેવું. કાંટો જ કાંટાને કાઢે છે.
વિશેષાર્થ : જે સાધકોએ ચિત્તશુદ્ધિ કરવી છે તેઓએ સૌ પ્રથમ વ્યવહાર નયમાં સ્થિર થઈને શુભ
૧૭૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org