________________
અધ્યાત્મસાર
આ પ્રમાણે નિવેદન કરતા હોય તો અન્ય સામાન્ય સાધકોની તો વાત જ શી ? પરંતુ ઇચ્છાયોગ હોય તો સામર્થ્યયોગ સુધી અવશ્ય પહોંચી શકાય છે. [૯૧૮) ગાપિ થSત્ર યતના નિર્વમાં સા ગુમાનુવંધવી
अज्ञानविषव्ययकृद्विवेचनं चात्मभावानाम् ॥३०॥ અનુવાદ : એમાં (ઈચ્છાયોગમાં) જે થોડી પણ નિર્દભ યતના થાય છે તે શુભ અનુબંધ કરનારી છે. વળી આત્માના ભાવોનું વિવેચન અજ્ઞાનવિષનો નાશ કરનારું છે. ' વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં ગ્રંથકર્તા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ઇચ્છાયોગથી પરમમુનિને ભક્તિભાવથી અનુસરવામાં જો થોડી પણ નિર્દભ યતના હોય તો તે શુભ અનુબંધ કરનારી છે. યતના એટલે જયણા, આગ્રહ, પુરુષાર્થ. મુનિપણામાં દંભને અવકાશ હોતો નથી, હોવો પણ ન જોઈએ. પરંતુ કેટલાક સાધુઓનો જયારે ભક્તોનો સમુદાય વધવા લાગે છે અને તેઓ પોતે મહાત્મા તરીકે પૂજાવા લાગે છે ત્યારે પોતાનામાં દંભ અને માયાચાર ક્યારે આવી જાય છે તેની તેમને ખબર સુદ્ધાં પડતી નથી. એવા દંભનો ત્યાગ કરીને જેઓ નિરતિચાર મુનિપણાને અનુસરવા માટે યતના કરે છે ત્યારે તેમની તે યતના પણ શુભ કર્મનો અનુબંધ કરનારી બને છે. એનાથી સંયમનું બળ વધે છે અને વિશુદ્ધ આચરણ થવા લાગે છે. વળી આવી નિર્દભ યતનાથી આત્માના ભાવોનું વિવેચન થાય છે. અર્થાત્ દેહાદિ બહિર્ભાવ આત્મભાવથી જુદો પડવા લાગે છે. દેહ અને આત્માની ભિન્નતા સ્પષ્ટ પ્રતીત થાય છે અને આત્મભાવમાં સ્થિર રહેવાની સવિશેષ રુચિરૂપી અમૃત પ્રાપ્ત થાય છે ત્યારે મોહ અને અજ્ઞાનરૂપી વિષનો નાશ થાય છે. [૧૯] સિદ્ધાન્તતવંગાનાં શાસ્ત્રાપામતુ પરિચય: વિજ્યા .
परमालंबनभूतो दर्शनपक्षोऽयमस्माकम् ॥३१॥ અનુવાદ : સિદ્ધાન્ત અને તેના અંગરૂપ શાસ્ત્રોનો અમને ભલે શક્તિ પ્રમાણે પરિચય હો, પરંતુ અમારે આલંબનભૂત તો આ દર્શનપક્ષ (તત્ત્વશ્રદ્ધાનો જ છે.
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે અહીં વાત તો પોતાની કરી છે, પરંતુ તે જાણે આપણા બધાની વાત હોય એવી છે. - સર્વ શાસ્ત્રોમાં પોતે સંપૂર્ણપણે પારંગત થઈ ગયા છે એવો દાવો આ કાળમાં કોણ કરી શકે ? વળી શાસ્ત્રો પ્રમાણે પોતે ચુસ્ત જીવન જીવે છે અને ચારિત્રધર્મનું સંપૂર્ણપણે સૂક્ષ્માતિસૂક્ષ્મ પોતે પાલન કરે છે એવો દાવો પણ કોણ કરી શકે ? વસ્તુતઃ સિદ્ધાન્ત અને એનાં અંગરૂપ શાસ્ત્રોનો અભ્યાસ તો એ દિશાના પ્રત્યેક સાધકનો પોતપોતાની શક્તિ મુજબનો જ હોય. જો ઉપાધ્યાયજી મહારાજ જેવા મહાત્મા પણ એમ કહેતા હોય કે પોતાનો શાસ્ત્રોનો અભ્યાસ સંપૂર્ણ નહિ, પણ પોતાની શકતિ મુજબ મર્યાદિત છે, તો આપણા પોતાના માટે તો શું કહેવું ?
આમ છતાં મહત્ત્વની વાત એ છે કે એ સિદ્ધાન્તમાં અને એનાં શાસ્ત્રોમાં આપણને શ્રદ્ધા છે કે
૫૨૬
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org