________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : સર્વ નયોમાં પરસ્પરપૂરક એવા બે નય છે : વ્યવહારનય અને નિશ્ચયનય. એકમાં વાસ્તવિકતાનો વિચાર છે, બીજામાં આદર્શનો વિચાર છે. આથી જૈન દાર્શનિક વિચારણામાં આ બંને નયોની દષ્ટિએ વિચારણા થાય એ સ્વાભાવિક છે. પરંતુ કેટલીકવાર કેટલાક એક અથવા બીજા નય પર વધુ પડતો ભાર મૂકે છે અથવા એકની સદંતર અવગણના કરે છે. એવે વખતે વિવાદ સર્જાય છે. વસ્તુતઃ બંને નન્ય વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. એવું નથી કે વ્યવહારનય હંમેશાં ગૌણ અને નિશ્ચયનય પ્રધાન છે. ક્યારેક વ્યવહારનય પણ મુખ્ય બની શકે છે. એટલું તો સાચું છે કે જે માણસ વ્યવહારનયમાં કાચો હોય તે નિશ્ચયનયમાં પરિપક્વ ન બની શકે. વસ્તુતઃ વ્યવહારનયની પરિપક્વતા આપોઆપ નિશ્ચયનય પર લઈ જાય છે. વ્યવહારનયની સમજણ વગર નિશ્ચયનયને અનુસરવા જતાં પદાર્થની સમજણમાં ગરબડ થવાનો સંભવ છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં સરસ દષ્ટાંત આપ્યું છે કે જે માણસને તળાવના છીછરા પાણીમાં તરતાં આવડતું ન હોય તે સમુદ્રમાં તરવાની અને સામે કિનારે પહોંચવાની અભિલાષા રાખે એ જેમ હાસ્યાસ્પદ છે તેમ વ્યવહારનય જાણ્યા વિના નિશ્ચયની વાત કરે તે હાસ્યાસ્પદ છે. [૮૭૩] વ્યવહાર વિનિશ્ચિત્ય તત: શુદ્ધનાશ્રિતઃ
आत्मज्ञानरतो भूत्वा परमं साम्यमाश्रयेत् ॥१९६॥ અનુવાદ : વ્યવહારનયનો સારી રીતે નિશ્ચય કરીને પછી જ શુદ્ધ નયનો આશ્રય કરનારે, આત્મજ્ઞાનમાં ઓતપ્રોત બનીને પરમ સામ્ય(સમતા)નો આશ્રય કરવો.
વિશેષાર્થ : આ “આત્મનિશ્ચય' અધિકારનો ઉપસંહાર કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે વ્યવહારનય અને નિશ્ચયનય એ બંનેની આત્મજ્ઞાનમાં કેટલી બધી આવશ્યકતા છે તે ભારપૂર્વક દર્શાવ્યું છે. આ બે નયમાંથી કોઈ પણ એક નયની સદંતર ઉપેક્ષા કરીને માત્ર એક જ નયનો આશ્રય જેઓ લે છે તેઓ ગૂંચવાઈ જાય છે, ભ્રમમાં રહે છે અને અધ્યાત્મવિદ્યામાં, આત્મજ્ઞાનમાં, મોક્ષમાર્ગમાં આગળ વધી શકતા નથી. આ બંને નયમાં એક ગૌણ છે અને બીજો મુખ્ય છે એવું પણ નથી. પોતપોતાના સ્થાને બંને મહત્ત્વના છે. આ બંને નય મનુષ્યની બે આંખ જેવા અથવા એક રથનાં બે પૈડાં જેવા છે. આત્મજ્ઞાનમાં નીચેથી ઉપર જવાનું છે. નીચેની સાધક અવસ્થામાં જો વ્યવહારનય બરાબર નહિ પચાવ્યો હોય એટલે કે પાયો મજબૂત નહિ હોય તો નિશ્ચયનય સુધી પહોંચવાનું કઠિન છે. નીચેના ગુણસ્થાનકે આવશ્યકાદિ ક્રિયાનો વ્યવહાર અપેક્ષિત છે. ઉપરના ગુણસ્થાનકે જતાં વ્યવહારનય છોડવો નથી પડતો, આપોઆપ છૂટી જાય છે. વસ્તુતઃ નયો માટેની ગ્રંથિ પણ સાધકને ઉચ્ચ દશા પ્રાપ્ત થવામાં અંતરાયરૂપ બને છે. આત્મજ્ઞાનનો આનંદોલ્લાસ અનુભવનારને, પરમ સમતામાં સ્થિર થનારને નયવાદનું જ્ઞાન હોવા છતાં નય વિશે કોઈ અભિનિવેશ કે પૂર્વગ્રહ હોતો નથી. એમની એ દશા નયાતીત હોય છે.
इति आत्मनिश्चयाधिकारः । આત્મનિશ્ચય અધિકાર સંપૂર્ણ
૪૯૬
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org