________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
વિવિધ ક્ષેત્રોમાં આવું જેમ બને છે તેમ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પણ બને છે, સૂક્ષ્મ નય અનુસાર આત્મતત્ત્વને યોગ્ય રીતે સમજવાનું અને અનુભવવાનું બધાને માટે શક્ય નથી. એ માટે ઊંચી પાત્રતા જોઈએ. અલ્પબુદ્ધિવાળાને એવા તત્ત્વની વાત કરી હોય તો એની અધૂરી, કાચી સમજણને કારણે એનું વિપરીત પરિણામ આવે. કોઈ એક જ નયના આધારે તત્ત્વનો સમગ્ર નિર્ણય કરવામાં સાહસ રહેલું છે. અપાત્ર વ્યક્તિને શુદ્ધ નિશ્ચયનયથી આત્મતત્ત્વની વાત સમજાવવાથી એનું અહિત જ થાય છે. અહીં ઉદાહરણ ચક્રવર્તીના ભોજનનું આપવામાં આવ્યું છે. ચક્રવર્તીનું શરીર સુદૃઢ હોય છે. એની તાકાત ઘણી બધી હોય છે. એની પાચનશક્તિ પણ એટલી જ સારી હોય છે. તે વિવિધ રસની અત્યંત પૌષ્ટિક ભારે વાનગીઓ સહેલાઈથી પચાવી શકે છે. હવે કોઈ ગરીબ દુબળા ભૂખ્યા માણસને એવી ભારે વાનગી ખવડાવવામાં આવે તો એને અપચો, વાયુ, પિત્ત થઈ જાય અને એમાં વળી જો આફરો ચડે તો કદાચ મૃત્યુ પણ પામે. દુર્બળ ભૂખ્યા માણસને તો હલકો ખોરાક જ અલ્પ પ્રમાણમાં અપાય. ચક્રવર્તીનું ભોજન સરસ, પૌષ્ટિક, મૂલ્યવાન હોય તો પણ ગરીબ ભૂખ્યા માણસને કે ઉપવાસીને ખવડાવવાથી તેનું અહિત જ થાય છે. તેવી જ રીતે અયોગ્ય વ્યક્તિને નિશ્ચય દૃષ્ટિએ શુદ્ધ આત્મસ્વરૂપની વાત કરવાથી એનું અહિત જ થાય. [૮૭૧] જ્ઞાનાવિધી તત્ત્વમેતનર્થવૃત્ |
अशुद्धमंत्रपाठस्य फणिरत्नग्रहो यथा ॥१९४॥ અનુવાદ : જેમ અશુદ્ધ મંત્રનો પાઠ કરનારને માટે નાગના રત્નને ગ્રહણ કરવું અનર્થકારી છે, તેમ જ્ઞાનના અંશથી દુર્વિદગ્ધોને માટે આ તત્ત્વ (અનર્થકારી) છે. ' વિશેષાર્થ : જેમ ચક્રવર્તીના ભોજનનું દૃષ્ટાંત આપવામાં આવ્યું તેમ નાગના માથે રહેલા રત્નને મેળવવા અંગેનું બીજું દૃષ્ટાંત અહીં આપવામાં આવ્યું છે. ગારુડી વિદ્યાના જાણકારો ગારુડી મંત્રથી મણિધારી નાગને વશ કરે છે, ડોલાયમાન કરે છે અને એના મસ્તક પરથી મણિ કાઢી લે છે. ગારુડીઓ મંત્રવિદ્યાના જાણકાર હોય છે. તેઓ મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરે છે. મંત્રનો અત્યંત શુદ્ધ રીતે ઉચ્ચાર થાય તો જ તે ફળ આપે છે. અશુદ્ધ ઉચ્ચારણ થાય તો તે ફળ આપતો નથી. મંત્રવિદ્યાના પ્રયોગોમાં બીજી વાતમાં કદાચ એટલું જોખમ ન હોય, પણ ઝેરી નાગને વશ કરીને એના માથેથી રત્ન ઊખેડીને ઉતારી લેવું તેમાં જાનનું જોખમ રહેલું છે. મંત્રનો ઉચ્ચાર શુદ્ધ ન હોય તો નાગ બરાબર વશ થતો નથી, એટલું જ નહિ રત્ન લેવા જનારને તે ડંખ મારીને મારી નાખે છે. એટલે મણિ મળતો નથી અને પ્રાણ જાય છે.
એવી જ રીતે આ તત્ત્વજ્ઞાનના વિષયમાં જેઓ થોડુંક માત્ર જાણે છે, પણ અપાત્ર અને અધિકારી છે, જેઓ અભિમાની છે અને દુર્વિદગ્ધ અર્થાતુ અપરિપક્વ છે એવા માણસોને આ નિશ્ચયનયયુક્ત આત્મજ્ઞાનનો વિષય અનર્થકારી નીવડે છે. તેઓ પોતે ભમી જાય છે અને પોતાના અધકચરા ઉપદેશથી બીજાને પણ ભાડે છે. [૮૭૨] વ્યવહારવિનિWITતો ય સપ્તતિ વિનિયમ્ |
कासारतरणाशक्तः स तितीर्षति सागरम् ॥१९५॥ અનુવાદ : વ્યવહાર (નય) વિશે જે નિષ્ણાત નથી, તે નિશ્ચયનય)ને જાણવા ઇચ્છે, તો તે તળાવમાં કરવામાં અશક્ત હોવા છતાં સાગરને તરી જવાની ઇચ્છા કરે છે.
૪૯૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org