________________
અધ્યાત્મસાર
ગમે છે. ચંદ્ર તન અને મનને શીતળતા આપે છે અને તાપને હરી લે છે. ચંદ્ર મહાદેવના મસ્તક પર જોવા મળે છે. ચંદ્ર તારાઓથી પરિવરેલો હોય છે. જિનાગમરૂપી ચંદ્રની વિશિષ્ટતા એ છે કે તે માત્ર શુકલપક્ષમાં જ નહિ, કૃષ્ણપક્ષમાં પણ એટલે કે સદાસર્વદા પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત રહે છે. આ ચંદ્ર અધ્યાત્મરૂપી અમૃતની વર્ષા કરે છે. એ વૃષ્ટિ એવી છે કે જે જીવોને આધ્યાત્મિક દૃષ્ટિએ ઊંચી ભૂમિકાએ ચડાવી છેવટે અમૃત એટલે કે સનાતન એવું અમર સ્થાન અપાવે છે. આ જિનાગમરૂપી ચંદ્ર મન, વચન અને કાયાના યોગો દ્વારા બંધાયેલાં કર્મોના ક્લેશનો નાશ કરનાર થાય છે. તે કર્મોરૂપી વ્યાપક તાપને દૂર કરનાર અને જીવને સમક્તિરૂપી શીતળતા આપનાર થાય છે. આ ચંદ્રના પ્રકાશથી પૃથ્વીમંડળ ઉલ્લસિત થાય છે અને ભવ્યજનોના હૃદયરૂપી કમળ વિકસિત થાય છે. ચંદ્ર મહાદેવના મસ્તકે છે. એટલે તર્કદ્વારા એ પોતાનું ઉચ્ચ ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. ચંદ્ર જેમ તારાઓથી પરિવરેલો છે તેમ તર્કરૂપી ચંદ્ર નયરૂપી તારલાઓથી રિવરેલો છે. એટલે જિનવાણી તર્કપૂત છે અને કોઈ નયે અધૂરી નથી.
આવો જિનાગમરૂપી ચંદ્ર કોને રુચિકર ન થાય ? કવિએ ચંદ્ર માટે ‘અમૃતરુચિ‘ શબ્દ પ્રયોજીને ‘રુચિ’ શબ્દને શ્લેષથી વણી લીધો છે.
[૮૭૯] વૌદ્ધાનામૃનુસૂત્રતો મતમમૂદ્દેવાન્તિનાં સંગ્રહામ્ । सांख्यानां तत एव नैगमनयाद् योगश्च वैशेषिकः ॥ शब्दब्रह्मविदो ऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुम्फिता । जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुद्द्वीक्ष्यते ॥६॥
અનુવાદ : બૌદ્ધોનો મત ઋજુસૂત્ર(નય)માંથી, વેદાંતીઓ અને સાંખ્યોનો મત સંગ્રહ(નય)માંથી, યોગ અને વૈશેષિકનો મત નૈગમ નયમાંથી, શબ્દબ્રહ્મને જાણવાવાળા(મીમાંસકો)નો મત શબ્દ નયમાંથી ઉદ્ભવ્યો છે. સર્વ નયો વડે ગુંફિત જૈન દૃષ્ટિ(દર્શન)ની શ્રેષ્ઠતા તો પ્રત્યક્ષ જ દેખાય છે.
વિશેષાર્થ : જૈન આગમોમાં, જૈન દર્શનમાં તર્કસંગતતા છે અને નયોનો સમન્વય છે. જિનાગમોમાં પદાર્થના નિરૂપણમાં ઐકાન્તિક દૃષ્ટિ નથી કે અન્ય મત પ્રત્યે દ્વેષભાવ નથી. એટલે જ મહાન દાર્શનિક, જૈન ધર્મને અંગીકાર કરનાર બ્રાહ્મણ પંડિતશિરોમણિ શ્રી હરિભદ્રસૂરિએ લખ્યું છે :
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
युक्तिमत् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
અર્થાત્ ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે મને પક્ષપાત નથી કે દાર્શનિક કપિલ વગેરે પ્રત્યે મને દ્વેષ નથી. જેમનું વચન યુક્તિસંગત હોય તે જ સ્વીકાર્ય છે.
''
જૈન દર્શને બધા નયોનો સમન્વય કર્યો છે. બૌદ્ધ વગેરે દર્શનો કોઈ પણ એક દૃષ્ટિકોણથી વાતને રજૂ કરીને પછી એને જ પકડી રાખે છે. આ દૃષ્ટિએ જોઈએ તો તેઓના મતનો ઉદ્ભવ કોઈ એક નયને જ વળગી રહેવાને કારણે થયો છે. તેઓના મતદર્શનમાં આપણને અનેકાન્ત નહિ પણ એકાન્ત જોવા મળે છે.
Jain Education International2010_05
૫૦૦
For Private Personal Use Only
www.jainelibrary.org