________________
પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર
મંત્રોપાસના એ પણ સાધનાનો એક અનોખો પ્રકાર છે. જુદા જુદા હેતુ માટે જુદી જુદી વિદ્યાઓ છે અને તે દરેકના ભિન્ન ભિન્ન મંત્રો પણ છે. મંત્રમાં સાંકેતિક વર્ણાક્ષરો, માતૃકાઓ હોય છે. હજારો વર્ષથી અનુભવસિદ્ધ થયેલો આ વિષય છે. જે જુદા જુદા મંત્રો છે એમાં વિષ ઉતારવાનો મંત્ર પણ છે. એની વિદ્યા તે ગારુડી વિદ્યા કહેવાય છે. ગમે તે વ્યક્તિ એ મંત્ર બોલે તેથી વિષ ઊતરી જાય એવું નથી. જેણે એ વિદ્યા સિદ્ધ કરી હોય તે જ એવા પ્રયોગ વડે વિષ ઉતારી શકે છે. કોઈને ઝેર ચડ્યું હોય તો મંત્રવિદ્ ધીમે ધીમે એ મંત્ર બોલે છે. એ મંત્રપદો જેવી રીતે, જેટલી વાર બોલવાના હોય તે રીતે બોલાઈ રહે ત્યારે ઝેર ઊતરી જાય છે. વળી એમ પણ કહેવાય છે કે માંત્રિક દર્દીના શરીર ઉપર હાથ ફેરવતાં ફેરવતાં અને મંત્રપદો વડે એને નિર્વિષ કરતાં કરતાં છેવટે જે જગ્યાએ ડંખ લાગ્યો હોય ત્યાં આવે છે અને મંત્રપદોમાંના છેલ્લાં પદોના ઉચ્ચારણ સાથે ત્યાંથી પણ ઝેર કાઢી નાખે છે, આમ શરીરમાં જો ઝેર પ્રસરતું હોય તો શરીરને પહેલાં નિર્વિષ કરવું એ જરૂરી છે અને ગુણકારી પણ છે.
વિષ ઉતારવાની એ ક્રિયા તરફ દુર્લક્ષ રાખવું યોગ્ય ન ગણાય. વિષ કાઢવાને બદલે બીજા ઉપચારો કરવા જતાં દર્દીનું મૃત્યુ પણ થાય. એટલે અહીં વિષ કાઢવા રૂપ દેશનિવૃત્તિ પણ લાભકારક જ છે. એક એક અંગને નિર્વિષ કરવારૂપ દેશનિવૃત્તિ અને સર્વ અંગોને નિર્વિષ કરવારૂપ સર્વનિવૃત્તિ એવો અર્થ પણ ઘટાવી શકાય. એવી જ રીતે મનમાં ચાલતા શુભ અને અશુભ વિકલ્પોની બાબતમાં પણ સમજવાનું છે. અશુભ વિકલ્પો વિષ બરાબર છે. મનમાં એ પણ સતત ચાલ્યા કરે છે. એટલે અશુભ વિકલ્પોને કાઢવારૂપી દેશનિવૃત્તિ પણ લાભકારક છે. શુભ વિકલ્પોને ધીમે ધીમે સ્થિર કરવાથી અશુભ વિકલ્પો ધીમે ધીમે નીકળી જશે. આમ, વ્યવહાર નયથી પ્રથમ દેશનિવૃત્તિરૂપે અશુભ વિકલ્પોને દૂર કરવા જોઈએ. એ જરૂરી પણ છે અને લાભકારક પણ છે. સીધો નિશ્ચયનય ઉપર કૂદકો મારવા જતાં એ સરખો મારી શકાશે નહિ. તેમ કરવા જતાં સાધકને લાભને બદલે હાનિ થવાનો સંભવ વધુ રહે છે. [૩૨] તષિયવ્યવસીયતો
लगति यत्र मनोऽधिकसौष्ठवात् । प्रतिकृतिः पदमात्मवदेव वा
तदवलंबनमत्र शुभं मतम् ॥१७॥ અનુવાદ : અશુભ વિષયોના વ્યાપારોમાંથી નીકળી ગયેલું મન બહુ સારી રીતે જ્યાં લાગે છે તે પ્રતિમા હોય અથવા આત્મા સંબંધી પદ હોય, તે શુભ અવલંબન કહેવાય છે.
વિશેષાર્થ : ચંચલ મન અશુભ વિષયોના ચિંતનમાં વારંવાર દોડી જાય છે. નિંદાકુથલી, કૂડકપટ તથા વિષયકષાયના વિષયોમાં અજ્ઞાની માણસોનું ચિત્ત અધિક રસ લે છે. સમજુ માણસોના જીવનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપી અસત્ વિષયોની વણઝાર ચાલતી હોય છે. પરંતુ એમાંથી મનને ખેંચી લીધા પછી તે જ્યારે સારી રીતે સત્ વિષયોમાં, શુભ પદાર્થો અને શુભ ભાવોમાં લાગી જાય છે ત્યારે તેને કંઈક વધારે ઊંચી ભૂમિકા પ્રાપ્ત કર્યા જેવો અનુભવ થાય છે. શુભના ચિંતનને માટે તેને કંઈક અવલંબન જોઈએ છે.
૧૭૫ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org