________________
શારદા સુવાસ
ભવનો જેને લાગે ભીતિ, તેને થાય આત્મા સાથે પ્રીતિ, એ છે જીવનની સાચી રીતિ, સદા રહે સાધકમાં એ જ નીતિ. ગજસુકુમાલને સવની ભીતિ લાગી તા માહને જીતીને સાધુ થયા. દીક્ષા લઈને ભગવાનની પાસે આવીને વનયપૂર્ણાંક વંદન કરીને મધુર શબ્દોથી કહે છે અહે। મારા તારણહાર પ્રભુ ! જન્મ મરણના ફેરા ટાળી જલ્દી મેાક્ષ મેળવવાની અભિલાષાથી ીક્ષા લીધી છે. જો આપની આજ્ઞા હાય તા હું આજે જ શ્મશાન ભૂમિકામાં જઈ ને બારમી પડિમા વહન કરું. ભગવાન તે સંજ્ઞ હતા. બધું જાણતા હતા. હજી તેમની માતા દેવકીજી તે ભગવાનને સોંપવા માટે આવ્યા ત્યારે કેટલી ભલામણ કરીને ગયા છે કે હે ભગવાન! મારે ખાલુડા નાના છે, અતિ સુકુમાલ છે, મને અત્યંત વહાલે છે. એ તપ કરી શકે તેમ નથી. આપ શિયાળે ઉનાળે તેની સ`ભાળ રાખજો. આ પ્રમાણે ઘણી ભલામણ કરી હતી. જ્યારે આ નવદીક્ષિત ગજસુકુમાલ મુનિ તે કહે છે કે હું ખારમી પિડિમા વહન કરવા જાઉં?
દેવાનુપ્રિયે ! મશાન ભૂમિકામાં જઈને ખારમી પશ્ચિમા વન કરવી તે કાઇ સામાન્ય કામ નથી. તેમાં પણ પાછે આ તો નવદીક્ષિત કુમળા ફુલ જેવા ખાલુડા હતો. હવે વિચાર કરો. ભગવાન શુ' કરે ? એની દયા કરે ? એ તે જાણતાં હતાં કે એને રાત્રીમાં કેવા ઘાર ઉપસર આવવાને છે. આ લધુ શિષ્ય હવે પાછો નહિ આવે. એ તે એનું કાર્યં સાધી જશે. ભગવાન જ્ઞાનથી જાણતા હતા કે ગજસુકુમાલ મુનિ શૂરવીર ને ધીર છે. એને એના દેહની પરવા નથી. એને મન દેહનુ મહત્વ નથી પણ આત્માનુ` મહત્વ છે. એ દેહના પૂજારી નથી પણ આત્માને પૂજારી છે. આજે તે આત્માની પૂજા વિસરાઈ ગઈ છે. જ્યાં જુએ ત્યાં દેહની પૂજા થાય છે. આજના અજ્ઞાન માનવીને ખખર નથી કે જે આત્મા પહેલા હતા, આજે છે અને પછી પણ રહેવાના છે એવા સદાના સાથી આત્માને ભૂલી જઇને પાંચ પચ્ચીસ, પચાસ કે સેા વર્ષે પૂરતા સાથ છે એવા દેહને દેવ માનીને દિનરાત એની પૂજા કર્યા કરે છે, પણ તે શરીર તે અહી છેાડવાનું છે. મેલે, હવે તમે કેાને મહત્ત્વ આપશે ? દેહને કે આત્માને ? (શ્રોતામાંથી અવાજ) આત્માને. તે તેા હવે મને એમ લાગે છે કે આ સભામાંથી એકાદ ગજસુકુમાલ તૈયાર થઇ જશે. (હુસાહસ).
૨૮
।
ભગવાનને ગજસુકુમાલની તૈયતા જોઈને પડમા વહન કરવા જવાની આજ્ઞા આપી 'અહામુતવાનુંવિયા । મા હિબંધ ।” હે દેવાનુપ્રિય ! તને સુખ ઉપજે તેમ કર. સારા કાર્ય માં વિલંબ ન કર. ગજસુકુમાલ મુનિ શૂરવીર હતા. ભગવાનની આજ્ઞા મળી એટલે પ્રભુને વંદન કરીને ડિમા વહન કરવા મહાકાળ નામના શ્મશાનમાં ગયા કાઉસગ્ગ કરીને ઉભા રહ્યા ત્યાં સામિલ બ્રાહ્મણે જે ઉપસગ આપ્યા તે વાત શાસ્ત્રમાં વાંચતા કાળજી ક ́પી જાય છે. માથે ધગધગતા અંગારા મૂકયા. ખાપરી ખદખદવા લાગી.