________________ કરી . આમના એક પ્રાણી શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 27 થયા વિના રહેતી નથી. જેમ કે–મેં જે સર્પ(સાપ)ને મારી નાખ્યા હતા તે બદલે લેશે તે? બીજાઓથી મરાવી દીધેલે મારો ભાઈ યંતર, ભૂત, પિશાચ બનીને મને હેરાન-પરેશાન કરશે તો? આ રીતના ભયે પરહત્યા કરવાવાળાઓના મસ્તિષ્કમાં રેઈસના ઘેડાઓની જેમ દોડતા જ હોય છે. 10. પ્રતિભય :-પ્રત્યેક પ્રાણીઓથી ભયની પ્રાપ્તિના ભણકારા વાગ્યા કરે છે. ઉદાહરણ તરીકે નાગરાજના શત્રુ મોર, નેળીએ, વાંદરો, મનુષ્ય વગેરે કેટલાય છે. જેઓ સાપને જોઈને માર્યા વિના રહેતા નથી. આવી રીતે ગયા ભમાં જેમને મહહિંસા કરી હોય તેમને આ માનવાવતારમાં પણ ચારે તરફથી ભય-ભય અને ભય બન્યા રહે છે. 11. અતિભય –લેભાંધ, માયાધ, કામાંધ અને સ્વાર્થી બનીને જે રીતે બીજા જીવોને માર્યા છે, તેના કારણે તે હિંસકને પણ ઈહલોકાદિ ભયે સતાવતા જ હોય છે. તેમાં પણ બીજા ભને પહોંચી વળવામાં સમર્થ માનવને પણ મરણના ભયથી ધ્રુજારી આવ્યા વિના રહેતી નથી, ચારે તરફથી ભયની ભૂતાવળે જ તેમને દષ્ટિગોચર થાય છે. ઘણુ જીવને આપણે પ્રત્યક્ષ કરી રહ્યાં છીએ કે-તેઓ બિચારા ભાસક્ત બનીને અસંખ્યાતા છને મેતના ઘાટ ઉતારે છે. અને જ્યારે અતિ-ઉગ્ર પાપના ફળે તેમને ભેગવવાને અવસર આવે છે ત્યારે મરણ પથારીએ રીબાઈ રીબાઈને, છાતી કૂટા કરતાં, આંખમાંથી પાણુ છલકાવતાં, તેમજ ડોકટરોને કાલાવાલા કરતાં કરતાં વિના મતે મરે છે. વધારામાં વ્યાપાર