________________ 370 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નખ લાલ છે. હાથની રેખાઓ સારી અને સુંવાળી તથા ચન્દ્રાકાર-સૂર્યાકાર-શખાકાર-ચકાકાર, દક્ષિણાવર્ત અને સ્વસ્તિકના આકાર જેવી સ્પષ્ટ અને ફળદાયિની છે. હૃષ્ટ-પુષ્ટ ખભા પાડા-વરાહ-સિંહ-બળદ અને હાથીને સ્કંધ જેવા છે. ડેક ચાર અંગુલની તથા ઉત્તમ શંખ જેવી છે. દાઢી સુન્દર અને શેભનીય છે. હેઠની નીચેનો ભાગ પુષ્ટ, માંસલ, સરસ અને સિંહની દાઢી જે વિશાળ છે, નીચેને હેઠ પરવાળા જે લાલ છે. મુખમાં રહેલા દાંતે ચન્દ્ર-શંખગાયનું દૂધ અને પાણીને ફીણ જેવા ઉજળા તથા પૂર્ણ પિલાણ વિનાના છે. જીભ લાલ છે. નાસિકા ગરૂડ જેવી છે. આંખે વિકસિત કમળ જેવી છે. આંખની ભ્રમર ધનુષ્ય સમાન વક છે. કાન હાથી જેવા, ગાલ પુષ્ટ અને માંસલ છે, લલાટ આઠમના ચન્દ્ર જેવું, મુખ પૂર્ણ ચન્દ્ર જેવું, માથું છત્રની જેમ ગોળ અને ઊંચું છે. કેશાવળી કેમળ અને કાળી છે, શરીરના પ્રત્યેક અંગે સુડોળ-સુસ્પષ્ટ અને દર્શનીય છે. સ્વસ્તિક આદિ લક્ષણોથી યુક્ત છે, બત્રીસ લક્ષણથી તેમનું શરીર શોભતું છે. સ્વર-હંસ-કૌચ, દુંદુભી, સિંહ, મેઘધ્વનિ જે હોવાથી વચ્ચે કયાંય તૂટતા નથી, વારાષભનારાજી સંઘયણ, સમચતુરઢ સંસ્થાનના માલિક છે. રોગ રહિત છે. કબૂતરની જેમ નિર્દોષ આહાર લેનાર છે. પક્ષીની જેમ મેલથી ખરડાયા વિનાને ગુપ્ત ભાગ છે. જંઘાબળ મજબુત છે. શ્વાસોશ્વાસ કમળ જે સુગંધયુક્ત હોય છે. શરીરસ્થ વાયુઓ પણ અનુકુલ છે. તેમ છતાં તે યુગલિયાએ