________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 463 અત્યન્ત નમ્રભાવે સુધર્માસ્વામીજી ફરમાવે છે કે, આ સંવરધર્મોનું પ્રતિપાદન અને પાલન તીર્થંકર પરમાત્માઓએ કરેલું હોવાથી હું પણ તદનુસાર જ કહીશ. અનન્ત સંસાર અનાદિકાળથી છે, જે કેઈનથી પણ ઉત્પાઘ નથી. અનંત કર્મો પણ અનાદિકાળના છે. અનન્તાનઃ જીવે પણ અનાદિકાળના છે. તેવી રીતે સંવરધર્મ પણ અનાદિકાળને છે. કેમ કે નરક ભૂમિઓ જ્યારે અનાદિ કાળની છે તે મોક્ષ મુક્તિ અને કેવળજ્ઞાન પણ અનાદિકાળથી વિદ્યમાન ત છે. ક્યારેય પણ તેને વિચ્છેદ થયે નથી, થતું નથી અને થશે પણ નહિ. પાણીથી ભરેલા તળાવને ખાલી કરવા માટે બે માર્ગ છે. જ્યાંથી નવું પાણી આવે છે તે માર્ગ સર્વથા બંધ કરવા અને રેટ-કોશ કે મશીન દ્વારા જૂનું પાણી બહાર કાઢી લેવું, આ બે સિવાય ત્રીજો માર્ગ એકેય નથી. જ્યાં સુધી નવા પાણીને માર્ગ બંધન થાય ત્યાં સુધી તળાવને ખાલી કરવાને પ્રયત્ન સફળ થાય તેમ નથી. તેવી રીતે જીવરૂપી તળાવમાં ભવભવાન્તરોના, સાગરોપમે પહેલાના કે કેડાછેડી સાગરોઅમે પહેલાના કરેલા કર્મો રૂપી પાણી ભરેલું છે. માટે સંવરધર્મથી સૌથી પહેલા નવા આવનારા–બંધાતા કર્મોને રેકી લેવા અને તપધર્મથી જૂના પાપને નિર્જરિત કરવા, આનાથી બીજે મુક્તિમાર્ગ નથી. સંસારરૂપી કારાગૃહમાંથી મુક્ત થયેલા અનંત જીવાત્માઓને માટે આ જ માર્ગ હતું અને ભવિષ્યમાં પણ મુક્તિ મેળવનારા ભાગ્યશાળીઓને સંવરધર્મ સ્વીકાર્યા વિના છુટકે નથી. તેમાં સૌથી પહેલા અહિંસા નામે