________________ પ૭૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જબૂસ્વામીને કહે છે કે હે જબ્બ! સમવસરણમાં બિરાજમાન દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીએ જે કહ્યું હતું તેને જ હું કહું છું. બ્રહ્મચર્યના ખંડનમાં કે રક્ષણમાં હાનિ કે લાભ કઈ રીતે? | સ્વભાવથી જ જીવોના બે પ્રકાર છે. જેમાંથી પહેલા પ્રકારના જ આવનારા ભમાં દેવલેકના પૌગલિક સુખની પ્રત્યર્થે વિષયવાસનાના સુખને માટે ન ગણી શકાય કે ન માપી શકાય તેટલા પ્રમાણની દ્વિ-સમૃદ્ધિની આકાંક્ષાથે ઈજજત-આબરૂ કે માનમરતબે મેળવવાના લેભાર્થે, બળપરાક્રમ-રૂપ-જ્ઞાન અને વિજ્ઞાન દ્વારા પ્રસિદ્ધિની ઝખના અર્થો, ખાવા-પીવા કે ભેગવવાની અશક્તિ છતાં પણ થોડી ઘણી માયા હોય તે સારૂં તેવી મિથ્યા લાલસાને માટે પણ થોડું ઘણું કરનારા હોય છે. જ્યારે બીજા પ્રકારના માનવો આત્માના કલ્યાણ માટે, પુણ્યાનુબંધી પુણ્ય વધારવા માટે, કર્મોની નિર્જરાને માટે, ભવભવન્તરમાં પણ જૈન શાસન મળે તે માટે, અથવા જન્મ-જરા અને મૃત્યુના દુઃખથી મુક્ત બની સિદ્ધશિલા નિવાસી બનવા માટે પણ ધર્મધ્યાનાદિ કરનારા હોય છે તેથી નીચે લખેલી આત્મસિદ્ધિઓ તેમને પ્રાપ્ત થાય છે. (1) વિનય –“વિશેના અભૂતપૂર્વ સામાવા, अनादिकालापतितान् आत्मनः प्रतिप्रदेशे सलग्नान् मायाजन्य कुसस्कारान् नयति अपनयति दूरीकरोतीति विनयः" અભૂતપૂર્વ આત્મશક્તિ વિશેષવડે, અનાદિ કાળથી આત્માના