________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 277 તથા ઉત્કૃષ્ટ શક્તિને ધારણ કરનારા બેઈન્ડિયાદિ લાખની સંખ્યામાં સંમૂચ્છિમ જીના ઉત્પાદનને કામ સૂત્રના પ્રણેતા વાસ્યાયન મુનિએ પણ નકાર્યા નથી તથા શુક અને રજના મિશ્રણમાં બે લાખથી નવ લાખ સુધી ગર્ભ જ પંચેન્દ્રિય જેને જૈનશાસને કબૂલ કર્યા છે. આવી સ્થિતિમાં મૈથુનકમ આત્માન એકવારના મૈથુનમાં લા જીની હત્યા થતી હોય તે તે સાધક અહિંસક–પૂર્ણ અહિંસક કેવી રીતે બની શકશે? માટે તે સ્થિતિને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચારી સાધક જ સફળ બનવા પામે છે તેમાં કોઈને પણ સંદેહ રહેતું નથી. મિથુન સેવીને આત્મા, સંયમની મર્યાદામાં ન હોવાથી ગમે ત્યારે પણ અસત્ય ભાષણ, ખાટી સાક્ષી, મિથ્યા ઉપદેશ ઉપરાંત કર્કશકઠોર અને ઈષ્યમયી ભાષાનો ઉપયોગ કરવાવડે સત્ય ધર્મને ઘાત કરશે. કેમ કે જે સત્યવાદી નથી તે અહિંસક પણ નથી. આ કારણને લઈને પણ તે સાધક યદિ પૂર્ણ અહિંસક કે સત્યવાદી બનવા માંગતા હોય તે બ્રહ્મચર્યધર્મની ટ્રેઈનિંગ સૌથી પ્રથમ લેવા સિવાય બીજો માર્ગ નથી. મુનિધર્મને સ્વીકાર કરનારા જૈન મુનિઓને ઉપર્યુક્ત બ્રહ્મચર્યધર્મનું પાલન કરવું સર્વથા અનિવાર્ય છે. હવે જાણવાનું રહેશે કે બ્રહ્મચર્યની વિરાધના (ખંડન) અને આરાધના (સંરક્ષણ) કરવાથી આત્માને, આત્માના વિકાસને કે ઉથાનને કઈ રીતે? કેટલા પ્રકારે? ક્યાં નિમિત્તે અને કેટલા પ્રમાણમાં હાનિ કે લાભ થાય છે તે પ્રસંગને ભાવદયાના માલિક સુધર્માસ્વામીજી કયાંય પણ થાક્યા વિના