________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 57 સરસ છે અને બીજી સ્ત્રીના સારા નથી. કામસૂત્રમાં વર્ણિત 64 પ્રકારના આલિંગનાદિ તથા તેમના ગુણને પણ ન કહેવા. અમુક દેશની જાતિની, કુળની, કે તેમના વેષ, હાસ્ય, ચાલ કે રૂપાદિ તથા વસ્ત્રપરિધાન કે પરિજનેની કથાઓ કહેવી નહિ. તેમના યૌવનનું, અંગારનું કે મેકઅપનું મેહક વર્ણન કરવાનું ત્યાગી દેવું. વ્યાખ્યાતા બ્રહ્મચારી મુનિઓએ ઉપર પ્રમાણેની કથા આદિને કહેવાને અખતરો પણ કરો નહિ તેમજ વ્યાખ્યાનશ્રવણ કરનારા શિયળપ્રેમી ભાઈ-બહેનને ઉપર પ્રમાણેની કથા સાંભળવી પણ ન જોઈએ. કેમ કે જન્મ જન્માક્તરની પડેલી આદતને છોડવા માટે સ્ત્રીકથાના ત્યાગ નામની બીજી ભાવના પ્રયત્નપૂર્વક સ્વીકારવી જે સંવરધર્મ છે. (3) સ્ત્રીરૂપ નિરીક્ષણ ત્યાગરૂપ ત્રીજી ભાવના તીર્થંકર પરમાત્માઓ, ચતુર્વિધ સંઘ, તેમજ પિતાના આચાર્યાદિ ગુરૂઓની સમક્ષ સ્વીકારેલ બ્રહ્મચર્યધર્મને સુરક્ષિત રાખવાની ભાવનાવાળા મુનિઓએ મદમાતી, યૌવન ગર્વિષ્ઠ, સ્ત્રીઓનું હસવું, બેલવું, હાવભાવનું, લટકા મટકાનું, ચાલનું, વિલાસવતી ચાલનું, આંખ કે આંગળીઓના ઈશારે વાત કરવાનું, જુવાન પુરૂષને જોઈને પિતાની સખીઓ સાથે તાળીઓ પાડવાનું, નૃત્યનું, ગીતનું, સંગીતનું, તેમના શરીરના બાંધાનું, પ્રસાધનનું, હાથ, આંગળી તથા ચહેરાની સુંદરતાનું, રૂડારૂપાળા રૂપનું, યૌવનથી થનગનતા સ્તનનું, લચકતી કમરનું, આભૂષણનું તથા તેમના ગુપ્તાંગેનું અવલેકન,