________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે 637 ઝાડની જેમ સૌને માટે વિશ્વસનીય અને વિશ્રામસ્થાનીય બનવા પામે છે. વિશુદ્ધ સમ્યગદર્શન કેદની નીચે રહેનાર મૂળ છે. ચિત્તની સ્વસ્થતારૂપ ધૃતિ કંદ છે. મેક્ષ સાધક વિનય વેદિકા સમાન છે. ગેલેક્ય વ્યાપી યશ સ્કંધરૂપ છે. મહાવ્રતની આરાધનારૂપ વિસ્તીર્ણ શાખાઓ છે. મન-વચન અને કાયાના સાત્વિક વ્યાપાર અંકુરા સ્થાનીય છે. જૂદા જૂદા ઉત્તર ગુણે પુષ્પ છે અને અનાશ્રવ ફળ સ્થાનીય છે. મેરૂ પર્વતની શિખાની જેમ સિદ્ધશિલાની પ્રાપ્તિ સંવરવૃક્ષને સાર છે. આ સૂત્રથી જાણવાનું સરળ થશે કે આત્મિક જીવનમાં સમ્યગદર્શન, ચિત્તની સ્વસ્થતા, એક્ષસાધક વિનય, અનિત્યાદિ ભાવના તથા સવ્યાપાર આદિ મેળવવા હેય, મેળવેલા રક્ષિત રાખવા હોય તે પરિગ્રહ તે સર્વથા અનિવાર્ય છે. તેમાં પણ આન્તર પરિગ્રહ સર્વથા ત્યાગ કરવા લાયક છે, જે મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને કષારૂપે 14 પ્રકારને છે. - નિષ્પરિગ્રહીને માટે સર્વથા અકલ્પનીય શું છે? અરિહંત પરમાત્માના માર્ગે ચાલીને કેવળજ્ઞાન મેળવવાની ભાવનાવાળા મુનિરાજેએ પણ નિષ્પરિગ્રહી ધર્મની જ આરાધના કરવી જોઈએ. તે કેવી રીતે સફળ બને? જવાબમાં સૂત્રકાર ફરમાવે છે કે મુનિઓને તેવા પ્રકારની વસ્તુઓ કલ્પતી નથી. જેમ કે ગ્રામ, આકર, નકર, બેટ, કર્બટ, મડમ્બ, દ્રોણમુખ, પાન, આશ્રમ આદિ સ્થાનેમાં રહેલા મૂલ્યથી થેડી કે વધારે, નાની કે મેટી, ચેતન કે અચેતન,