________________ 644 4 શ્રી પ્રશ્નાવ્યાકરણ સૂત્ર તિને થવા દેતું નથી. પ્રત્યેક ઈન્દ્રિયે પિતાપિતાનું કામ ભલે કરતી રહે પણ આત્માને તેમાં રાગ-દ્વેષ, રતિ, અરતિ, થવા ન પામે તે વાત વૈરાગ્યવતેએ ખ્યાલમાં રાખવી જોઈએ. સંસારના પ્રત્યેક સ્થળે કે પદાર્થોમાં સુગંધ કે દુર્ગધ રહેલા જ છે અને આત્માને તેને સ્પર્શ થવાને પણ છે, ત્યારે સુગંધમાં રાજી ન થવું અને દુર્ગધના સ્થાને કે સમયે પ્રાણાયામ દ્વારા તે સમયને જતે કરીએ તે વાંધ આવે તેમ નથી. (4) રસનેન્દ્રિય સંવર. જેનાથી વસ્તુમાત્રને રસ આસ્વાદ લેવાય તે રસના (જીભ) કહેવાય છે. સિદ્ધાવસ્થા પ્રાપ્ત થતા પહેલા છદ્મસ્થ કે કેવળીને પણ ભેજન લેવાનું રહે છે. માન્યું કે કેવળી ભગવંતે ઐયપથિક આશ્રવના માલિક હોવાથી રાગ-દ્વેષ, મેહ, લાલસા માત્રને નિર્મૂળ નાશ તેમને થયેલે છે. છતાં પણ વેદનીય કર્મ શેષ હોવાથી ભેજનેચ્છા માત્ર બની રહે તેમાં વધે નથી. જ્યારે છઘસ્થ માત્ર સાંપરાયિક આથવી હેવાથી મેહકર્મની સત્તા તેમને રહેલી છે. માટે મને કે અમનેશ પ્રત્યેને રાગ કે દ્વેષ ઉદયમાં ન આવવા દે તે આ ભાવનાને આશય છે. (5) સ્પર્શેન્દ્રિય સંવર. મસ્તક પર રહેલી રોટલીના મૂળથી લઈને પગના તળીયા સુધીની ચામડીને સ્પર્શેન્દ્રિય કહેવાય છે. જેમાં ઉપસ્થ