________________ 642 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરવું ન જોઈએ. જેમ કે આકોશ, પરૂષ, નિદાત્મક, અપમાનાત્મક, તજે નકારી, નિર્લ્સને કરતાં શબ્દો કદાચ સાંભળવામાં આવે તે રેષ ન કરતાં પિતાના કર્મોના ફળનું ચિંતવન કરવું જેથી સ્વીકારેલી દીક્ષા દીપી ઉઠશે, જ્ઞાન ધ્યાનમાં વૃદ્ધિ થશે, સંયમભાવ સ્થિર થશે અને સંવરભાવ તથા નિર્જરાભાવ તરફ આત્માને આગળ વધવાને અવસર મળશે. (2) ચક્ષુરિન્દ્રિય સંવર. ભાવપરિગ્રહને ત્યાગવા માટે તથા તેના સંસ્કારોને પણ નાબુદ કરવા માટે આંખ ઈન્દ્રિયને સંવર કરવારૂપ આ બીજી ભાવના છે. આંખને ગમતા જેમ કે આપણાથી આગળ ચાલતા બે રૂપાળા છોકરાઓને કે છોકરીઓને અથવા જુવાનીની મદમસ્ત ચાલે ચાલનારા સ્ત્રી-પુરૂષેના જોડલાઓને જોઈ તેમાં આસક્ત ભાવ રાખ નહિ. સ્ત્રી-પુરૂષ સચિત્ત છે. જ્યારે તેમના બેસવાના સ્થાને, શયન ગૃહો, હાંસીમજાકના સ્થાને, આંખને નચાવતા અને તાળી પર તાળી પાડતા તેમના ફેટાઓ અચિત્ત છે. અને શણગારેલા સ્ત્રી-પુરૂષ મિશ્ર છે. તેમનાં ચિત્ર કાણમાં, પાટીઆમાં, પુસ્તકમાં, પત્થરમાં, હાથી દાંતમાં કંડારેલા હોય કે રંગેલીમાં, કડીમાં, ભીંતમાં, ખાલી શીશીમાં બનાવેલા હોય, તેમને જોઈ આંખમાં આવેલી ચંચલતાને રેકવી તે સંવર છે. શણગારેલા ગામડા, શહેરે, ગલીઓ, દુકાને, જળાશય, કમળયુક્ત ખડી કે ગોળ વાવડીએ, સરવરેને જોઈ રાજી ન થવું. જ્યાં સ્ત્રી-પુરૂષના