________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 639 બેર (બદરી) ના ચૂર્ણથી સ્વાદિષ્ટ કરેલા શાક-દાળ આદિ, મકાઈ, ચેખા કે જુવારની ધાણ, સાકરોળથી મિશ્રિત ખાંડેલા તલ, મગ કે તુવેરનું ઓસામણ, લેટમાં તલ નાખી કરેલી પુરી, ચણાના લેટ નાખીને કરેલી કચેરી-સમાસા, શ્રીખંડ, મસાલાના વડા, મોતીચુરના લાડવા, ખીર-દૂધપાક, સાકરના ગાંગડા, દહિં મિશ્રિત ભાત (કર) રામ, મરચા નાખીને વઘારેલા શાક, કઢી, શતા, ચટણ આદિને પરિગ્રહ રાખવાની ભાવના ન કરે. મતલબ કે પોતાની સુધાની શાંતિથી અતિરિક્ત-એકેય ક ન રાખે તથા ઔશિક, આધાકમી, સંગ્રહિત, સામે લાવેલે, અંધકાર, એરડા અગાશીમાં રહેલા ભિક્ષાન પૂર્વકર્મ કે પશ્ચાતકર્મ ન લાગે તેવી ભિક્ષાને સ્વીકાર કરે, આ પ્રમાણે આચારાંગ સૂત્ર બીજા શ્રુત સ્ક ધના પિંડેષણ અધ્યાયમાં બતાવેલી ભિક્ષા લેવી તથા દશવૈકાલિક સૂત્રમાં પણ ભિક્ષા વિધિ નિર્દિષ્ટ છે. આન્તર પરિગ્રહ ત્યાગીની આત્મ સમૃદ્ધિ કેવી હોય છે? મન-વચન અને કાયા પૂર્ણ રૂપે જેમને સ્વાધીન હોય તે સંયમી, ધનધાન્યના પરિગ્રહને ભાવ જેમણે ત્યાગી દીધો છે તે વિમુક્ત-પરિગ્રહની રૂચિ જ ખતમ થઈ હોય તે નિઃસંગ આ મારૂં અને આ તારૂં તેવું મમત્વ વિનાને નિર્મમ તથા ચેતન, અચેતન પ્રત્યેને સ્નેહ સંબંધ રહિત, દ્રવ્ય અને ભાવ પાપ રહિત, અપકાર અને ઉપકાર કરનાર વાંસલા અને ચન્દ્રન પ્રત્યે એક સમાન ભાવ રાગદ્વેષ વિનાને, તૃણમણિ-મોતી-પત્થર અને સુવર્ણ પર તુલ્ય પરિણામ, સરકાર અને અપમાન પ્રત્યે