________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 601 પંચમ સંવરદ્વાર નિષ્પરિગ્રહ ધર્મ પ્રતિપાલક શ્રી મહાવીર સ્વામીને નમઃ શાસવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરાય નમે નમઃ એનાથી પહેલા ચતુર્થ સંવરદ્વારમાં બ્રહ્મચર્યનું વર્ણન કર્યા પછી કમ પ્રાપ્ત પાંચમાં સંવરદ્વારનું વર્ણન વિસ્તાર પૂર્વક કરવામાં આવે છે. કેમ કે સાધક જીવનમાં જ્યાં સુધી દ્રવ્ય અને ભાવ અથવા બાહ્ય અને અભ્યન્તર પરિગ્રહને ત્યાગ નથી થતું ત્યાં સુધી બ્રહ્મચર્યની આરાધના પણ અધુરી રહેવા પામે છે. જેમકે શબ્દ, રસ, ગંધ, રૂપ અને સ્પર્શ પ્રત્યેની અત્યાસકિત પરિગ્રહ વિના થતી નથી અને જ્યારે તે આસકિત વધી પડે છે ત્યારે ભાવ મૈથુનની હાજરીને નકારી શકાય તેમ નથી. પફિખસૂત્રમાં ફરમાન છે કે “સતા હવા રક્ષા જવા જાસા વિચારને " એટલે કે પાંચે ઇંદ્રિાના 23 વિષયેની સમાતીત આસકિત ભાવ મૈથુન છે. અને તે ભાવપરિગ્રહ જ કહેવાય છે. આર્ય સુધર્માસ્વામીએ ફરમાવ્યું કે “હે જમ્મુ! દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ પરિગ્રહની ભયંકરતા જે પ્રમાણે બતાવી છે, તેને હું કહું છું.' પંચમહાવ્રતધારી મુનિરાજેએ જ્ઞાન અને શ્રદ્ધા પૂર્વક– (1) બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારના પરિગ્રહને ત્યાગ કરવો જોઈએ. (2) પાંચે ઈન્દ્રિયના આશ્રવમાને સદંતર ત્યાગ કર. (3) આરંભ અને પરિગ્રહની વિરતી કરવી.