________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર = 611 અને લાભાન્તરાયકર્મનો ક્ષયે પશમ કેઇક ભવમાં થાય છે ત્યારે માનવને ઉચ્ચ જાતિ, ખાનદાન, પરાક્રમ, રૂપ, ઐશ્વર્ય અને જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે. પરંતુ તેમનું પાચન ન થતાં જ્યારે અજીર્ણ થાય છે ત્યારે આત્માને મદ ચઢે છે, જેનાથી પિતાથી ઓછી જાતિ, કુળ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, જ્ઞાન અને લાભવાળા માનવને તિરસ્કાર, અપમાન, બેઈજજતી, પાંચ-પચ્ચીસ માણસોની વચ્ચે તેમની મશ્કરી કરવાની ભાવના થાય છે, જે ભાવઆશ્રવ છે માટે સર્વથા ત્યાજ્ય છે, સ્વપ્નમાં પણ સેવન કરવા લાયક નથી. સંસારને કદરૂપે બનાવવામાં, વૈષમ્યવાદને રાક્ષસ ઉભું કરવામાં, માનવ જાતનું વર્ગીકરણ કરવામાં, જાતિ આદિના ભેદ પડાવી માનવને માનવ સાથે દુશ્મની કરાવવામાં અને અવસર આવ્યે વાયુદ્ધ, ઠંડાડડી યુદ્ધ અને છેવટે રણમેદાનમાં લાખ કરોડે નિર્દોષ માનવેને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર મદસ્થાને છે. માટે જ આશ્રવ છે-ભાવઆશ્રવ છે, કઈ કાળે અને ગમે તેવા અને કેટલાય તર્કોથી કે શાસ્ત્રીય પંક્તિઓથી પણ સંવર બની શકે તેમ નથી. (9) नव चेव बभचेर वयगुत्ती ( नवहिं बभचेर गुत्तीहिं ) સ્વીકારેલ બ્રહ્મચર્યધર્મની સુરક્ષાને માટે નવ પ્રકારની ગુપ્તિ કહેલી છે, તેની ગાથા " वसहिकह निसज्जिदिय कुड्डितर पुव्वकीलिए पणीए / .. अतिमायाहार विभूसमाय गव भचेर गुत्तीओ।। "