________________ 614 આ પ્રશ્નવ્યાકરણ સૂત્ર (6) મૃષાદંડ ક્રિયા–લેભા, મેહાન્ય, વિષયા તથા રેષા બનીને પિતાના સ્વાર્થને માટે કે પારકાને માટે પણ જૂઠ બેલવું, જૂઠી સાક્ષી દેવી, ભગવાનના સેગન ખાઈને પણ તેમને છેતરવા કે શીશામાં ઉતારવા તે આ ક્રિયાને આભારી છે. (7) અદત્તાદાનદંડક્રિયા-પિતાના, પારકાના કે ઉભયને માટે ભેળસેળ કરવી, ત્રાજવા ખરાબ રાખવા, હિસાબકિતાબના ગોટાળા કરવા તે અદત્તાદાન ક્રિયા દંડ કહેવાય છે. . (8) અધ્યાત્મ ક્રિયાદંડ-કારણના અભાવમાં પણ બીજાઓ પ્રત્યે રેષ, નફરત, ધૃણા, શેક-સંતાપ કરતા રહેવું અથવા વહેમના ચક્રાવે ચઢીને બળતરા કરતા રહેવું તે હિંસાજનક સ્વભાવ હેવાથી અધ્યાત્મદંડ છે. (9) માનપ્રચયિક ક્રિયા–પિતાના જ જાતિ, કુળ, ખાનદાન, રૂપ, બળ, ઐશ્વર્ય અને વિદ્વત્તા આદિને શ્રેષ્ઠ માનીને બીજાઓને તિરસ્કાર, અપમાન, નિંદા, અવહેલના કરતા રહેવું તે માનદંડ ક્રિયા છે. (10) માયાપ્રત્યયિકી ક્રિયા–બાલવા-ચાલવા આદિની માયાને વશ બની બીજાઓને ઠગવા, છેતરવા તે માયાપ્રત્યયિકી ક્રિયા છે.. (11) અમિત્ર કિયા-બીજાઓના મામુલી અપરાધને મોટું રૂપ આપીને તેમને દડવા, હેરાન-પરેશાન કરવા તે અમિત્ર ક્રિયા છે.