________________ 632 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 27. જેમના પુણ્ય પ્રતાપે ખ્યાતિ, યશ, વિદ્યા કે માનમરતબ મેળવે હય, સ્વાર્થ સધાયા પછી તેમના માટે શિરદર્દ થઈને રહેવું. 28. રાજાને, સેનાપતિને, માન્ય માનવને કે બીજા ઘણા માનને મરાવી નાખવાના ઘાટ ઘડવા કે ઘડાવવા. 29. કેઈની ચેરી, છીનાલી જોઈ નથી તે પણ સાક્ષી આપવી કે “મેં જોયું છે.” - 30. કેઈક દેવને પ્રત્યક્ષ કે પરોક્ષ નથી છતાં કહેતાં ફરવું કે “મને તે ઘંટાકર્ણ, ભેજા, પદ્માવતી, અંબિકા આદિ સ્વપ્નમાં પ્રત્યક્ષ આવે છે.” 31. સિદ્ધ પરમાત્માઓના 31 ગુણ હોય છે. તે આ પ્રમાણે : પ-મતિ, શ્રત, અવધિ, મન ૫ર્યવ અને કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય. ૯-ચક્ષુદર્શનાદિ 4, નિદ્રાદિ 5, મળી દર્શનાવરણીય કર્મને સમૂળ ક્ષય. ૪-દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ ગતિઓનું આયુષ્ય કર્મને સંપૂર્ણ ખાતમો.