________________ 630 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 10. આચાર્ય ભગવંતની મશ્કરી, નિંદા, ચાડી અને ફજેતી કરવી. 11. જ્ઞાન, દર્શન અને ચારિત્ર આપનાર આચાર્ય ભગવંતોથી નારાજ રહેવું. 12. “જે રણમેદાન કે પ્રોગ્રામમાં લાખે પ્રાણીઓ મરી જવાના છે” તેવા દિવસેને માટે રાજાદિને મુહુર્તા જઈ આપનાર અથવા રાજાઓના રણમેદાનની પ્રશસ્તિઓ ગાનાર પણ મેહકર્મને બંધક છે. 13. વશીકરણાદિ, મંત્ર-જંત્ર કે ઔષધવડે બીજાઓને વશ કરવાના ગેરખધંધામાં પડેલા પણ મેહબંધક છે. 14. હજારે માણસની વચ્ચે કે પોતાના મનથી પણ ત્યાગી દીધેલી વસ્તુઓની કે ભગની ચાહના કરનાર મેહબંધક છે. 15. બહુશ્રુત ન હોવા છતાં પણ વારંવાર પિતાને બહુશ્રુત તરીકે જાહેર કરે. 16. તપસ્વી નથી પણ તપસ્વી તરીકેની પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ કરો. - 17. ધૂમાડા કે અગ્નિથી કે બીજા પ્રગથી પણ ઘણા જીને મૃત્યુનું ઘર દેખાડવું.