________________ 628 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કારણે જીવાત્માને જ્યારે પિતાના આત્માને જ ઓળખવાની ગરજ હતી નથી તે પછી તેના શુદ્ધિકરણ માટે અહિંસાદિની ભાવના પણ ન ઉદ્ભવે તે માની શકાય તેવી હકિકત છે. તેવી પરિસ્થિતિમાં હિંસા-જૂર હિંસા, જૂઠ-મહાભૂઠ, ચેરીભયંકર ચેરી, મૈથુન, દુરાચાર અને વ્યભિચાર પૂર્ણ મિથુન, પરિગ્રહ અને મહાપરિગ્રહના પાપ ત માનવીના જીવનમાં નકારી શકાતા નથી. પરિણામે દેવદુર્લભ મનુષ્યાવતાર પુનઃ પુન: મેહકમને બાંધવામાં અને ન કપી શકાય તેવા પાપ કાર્યોને કરવામાં ઉપયુક્ત થાય છે અને સમાપ્ત થાય છે. તે મેહસ્થાનેને ક્રમશઃ જાણીએ. 1. નિકટ ભૂતકાળમાં પ્રસૂતા કૂતરી આદિના બચ્ચાઓને, પૂંછડીથી બંધાયેલા ઉંદર આદિ ત્રસ જીવેને, પાણીમાં ડૂબાડી તેના પ્રાણેને ગૂંગળાવવાનું હિંસક કાર્ય કરતાં તેમને ઘણે જ આનન્દ આવે છે. પાસે ઉભેલા માણસે તાળીઓ પાડીને હસે છે. આ અને હવે પછીના કહેવાતા કાર્યો, આત્માના નિકૃષ્ટતમ પાપના અધ્યવસાયે વિના કે અજ્ઞાન વિના થતાં નથી. માટે આવા જ અતિનિકાચિત મેહકર્મના બંધક છે. 2. કુતૂહલ, મશકરી અથવા શ્રેષાન્ય બનીને આગળ બેઠેલા માણસના મુખ અને નાક આદિને તેવી રીતે દબાવે છે જેથી સામેવાળે શ્વાસ પણ લઈ શકતું નથી. 3. પાણીમાં ભીંજાવેલી ચામડાની દેરડીથી શત્રુનું માથું તેવી રીતે બાંધે છે જેનાથી તેની નસે તણાવા લાગે છે, આંખે બહાર આવે છે અને મૃત્યુના મુખમાં જાય છે.