________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 605 બનીને આઠ પ્રકારના મદના નશામાં કાળાનાગની જેમ ફૂંફાડા મારતા હોય છે. માયા નાગના જોરદાર ડંખના કારણે સ્વીકૃત વ્રતની મર્યાદા પણ ઉલ્લંઘાઈ જાય છે. લેભ રાક્ષસની દાઢમાં ફસાઈને બે મયદ જીવનના સ્વામી બને છે. મિથ્યાત્વ નામના શેતાનના કારણે ગુરૂકુલવાસથી પ્રાપ્ત કરેલી હોય અને ઉપાદેયની બુદ્ધિમાં ભ્રમ પેદા થાય છે. ત્રણે વેદકર્મો પિતપોતાના શિકારને મૈથુન કર્મની અવળી વિચારધારામાં ગેથા ખવડાવી દેતા હોય છે. રતિ અને અરતિ નામની કુતરીઓ સમતા દુધને તથા જ્ઞાનઅમૃતને બગાડી દેતી હોય છે. ભય, મેહ, કર્મ જીવનની સદાનન્દી મસ્તી અને નિર્ભયતાને દેશવટો અપાવે છે. હાસ્ય નામને પિશાચ ધ્યાનાવસ્થાને દેખાવ પૂરતી જ રહેવા દે છે. શેક નામને મેહ કર્મસમાધિને કેવળ વાણું વ્યવહાર પૂરતી જ રહેવા દે છે અને જુગુપ્સા કર્મના પ્રતાપે મૈત્રીભાવને વિદાય લેવી પડે છે. આટલા માત્રથી સહજમાં સમજી શકાય છે કે અન્તર, અભ્યતર કે ભાવપરિગ્રહમાં અજબ ગજબની કેટલી બધી શકિતઓ છુપાયેલી છે. આ કારણે જ સાધકમાત્રના પરમ હિતેચ્છુ તીર્થંકર પરમાત્માઓએ મુનિરાજોને જાગૃત કરતાં ફરમાવ્યું કે હે મુનિ! દીક્ષા ગ્રહણ કરવાના સમયે બાહાપરિગ્રહના ત્યાગમાં જે પુરૂષાર્થ ફેરવ્યું છે તેના કરતાં હજાર ગણે વધારે પુરૂષાર્થ આન્તરપરિગ્રહથી બચવાને માટે કરવાને છે.