________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે 607. ભેદેની અવિવક્ષા કરી અવિરત લક્ષણથી લક્ષિત એક જ ભેર સ્વીકાર્યો છે. કેમ કે જ્યાં જ્યાં માનસિકી, વાચિકી અને કાયિકી અવિરતિ છે ત્યાં ત્યાં અસંયમની જ વિદ્યમાનતા સ્વીકારવામાં આવી છે. (2) दो चेव राग दोसा (पडिक्कमामि दोहिं बंधणेहिं રાજવાળ તો વંધon). રાગ દ્વેષની તારિતકી વ્યાખ્યા મારા ભગવતીસૂત્ર સારસંગ્રહના ત્રીજા ભાગમાં જોઈ લેવાની ભલામણ છે. (3) तिन्निय दंड गारवाय गुत्तीओ तिन्नि तिन्निय વિનામો... ત્રણ ત્રણની સંખ્યામાં રહેલા દંડ, ગારવ, ગુપ્તિ અને વિરાધનાઓને સમાવેશ કર્યો છે. શ્રમણુસૂત્રમાં ત્રણ શલ્ય વધારે છે. ચાતુગતિક સંસારમાં આત્માને દંડાવે અથવા મન, વચન અને કાયાને વક્રતા, ક્ષુદ્રતા, દરિદ્રતા અનનુકમ્પિતા, શઠતા, માયાવિતાના માર્ગે લઈ જાય તે દંડ કહેવાય છે. તે મનદંડ, વચનદંડ અને કાયદંડ રૂપે ત્રણ પ્રકારે છે. ગારવ એટલે અલપકાલીન અને મન્દતમ રસવાળા બાંધેલા કર્મોને, ગૃદ્ધિ અને અભિમાન વડે દીર્ઘકાલીન અને તીવ્રતમ રસવાળા બનાવવા તેને ગારવ કહેવાય છે. ઍન્દ્રિય સુખને ભેગવવા માટે જેમ જેમ કંચન અને કામિનીને પરિગ્રહ વધે છે, તેમ તેમ અત્યાસક્તિ અને અભિમાનની માત્રા પણ વધવા પામે છે, જે અનિકાચિત કર્મોને પણ નિકાચિત કરવાનું કામ કરે છે.