________________ 608 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઋદ્ધિગારવ, રસગારવા અને સાતાગારવ રૂપે તેના ત્રણ પ્રકાર છે. મન, વચન અને કાયાને નિરવદ્ય એટલે નિર્દોષ, સરળ, માર્દવ, પવિત્ર, નિર્લોભ, સત્ય અને સદાચારના માર્ગે લાવવા અથવા તે માટે પ્રયત્ન કરે તેને ગુપ્તિ કહેવાય છે. તોફાન કરતા અશ્વને લગામ અને ચાબુક દ્વારા વશ કરી શકાય છે, તેવી રીતે અનાદિકાળથી મેહમાયાના કારણે અવળે માર્ગે ગયેલા મન, વચન તથા કાયા નામના ત્રણે યેગને સવળે માર્ગે લાવનાર તથા આશ્રવને માર્ગ બંધ કરાવીને સંવરના માર્ગે લાવનાર ગુપ્તિ ધર્મ છે, જે મુનિ એને માટે પરમ ઉપાય છે. જયારે ગૃહસ્થને પણ તેની આરાધના નિરર્થકરૂપે કરતાં ઢગલાબંધ પાપમાંથી બચાવશે. સંયમધારી ગુરૂઓના અભાવે સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગ્રચારિત્રની આરાધના ન કરી શકવાથી જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના અને ચારિત્ર વિરાધના રૂપ ત્રણ વિરાધના છે. માયા શલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાત્વ શલ્ય રૂપે શલ્યના ત્રણ પ્રકાર છે. (4) चतारि कसाया ज्ञाण सन्ना विकहा तहाय हुति કરો.... ચારચાર સંખ્યાના આવે, કષાય, ધ્યાન, સંજ્ઞા અને વિકથા છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાનનું અત્યત વિસ્તૃત અને વિશદ વર્ણન ભગવતીસુત્ર સાર-સંગ્રહના ચેથા ભાગમાં પેઈજ 180 થી 28 સુધીમાં કરાયેલું છે. આર્તધ્યાન અને રેદ્રધ્યાનના પાપ