________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 603 શહેરમાં પરિભ્રમણ કરીને સ્વીકારેલ ચારિત્રને શુદ્ધતમ બનાવવા માટે ભાગ્યશાળી બને છે. મતલબ કે સંયમી સાધક પાસે દ્રવ્ય પરિગ્રહને સર્વથા અભાવ હોય છે. પરંતુ જૈન શાસન તેવા ત્યાગને સપૂર્ણ ત્યાગ માનવા તૈયાર નથી. કહ્યું પણ છે કે" कंचुकी त्याग मात्रेण सो त्यागी न मन्यते / विष त्याग तु कुर्याश्चेत् स त्यागी मन्यते खलु // " મતલબ કે-જેનાથી સર્વરાજને કંઈ પણ હાનિ થતી નથી તેવી કંચુકીના ત્યાગથી તે ત્યાગી કહેવાતું નથી, પરંતુ પિતાને તથા પારકાને ભયંકર હાનિ થાય તેવું કાતિલ વિષ હજી પણ તેની દાઢમાં રહેલું છે. જે વિષ દ્વારા પરજીની દ્રવ્ય અને ભાવ હિંસા તથા પિતાની પણ દ્રવ્ય અને ભાવ હિંસાને માલિક ગમે ત્યારે પણ બની શકે છે. સાધકના અન્તરાત્માની આ બધીય પરિસ્થિતિઓને ખ્યાલ રાખનારા જૈન સૂત્રકારોએ ભાવ પરિગ્રહના ત્યાગને ખાસ આગ્રહ રાખે છે. કેમ કે કેવળજ્ઞાનમાં રૂકાવટ કરનાર દ્રવ્ય પરિગ્રહ નથી પણ ભાવ પરિગ્રહ છે. માન્યું કે દ્રવ્ય પરિગ્રહ દ્વારા ભાવ પરિગ્રહ પ્રાયઃ કરીને ભડકી શકે છે. પણ તે એકાન્તિક કથન નથી, તેથી મૂચ્છ વિનાના દ્રવ્ય પરિગ્રહને પરિગ્રહ ન કહેતાં “મુછ વરિો યુરો” કહ્યું છે. દ્રવ્ય પરિગ્રહ કરતાં પણ વધારે ખતરનાક, કાતિલ, ભયંકર, દુર્ગતિદાયક, કેવળજ્ઞાનાવરોધ, સદ્ગતિનાશક, સંયમ