________________ 602 - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (4) કેધ, માન, માયા અને તેમના સંસ્કાર ત્યાગવા. (5) જેનાથી અહિંસા અને સંયમ ધર્મની સાધના નિબંધ થાય અથવા તેમાં સહાયક બને તે ધર્મોપકરણ પ્રત્યેની મૂર્છાને ત્યાગ કરે જોઈએ. આરંભ એટલે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતીકાય, અને ત્રસકાયનું હનન, મારણ, તાડન તર્જન અને દ્રાવણ કરવું તે આરંભ છે. આ પ્રમાણે આરંભ અને પરિગ્રહને બાહ્યપરિગ્રહ કહયે છે. જયારે મિથ્યાત્વ, અવિરતી, કષાય, પ્રમાદ અને મન, વચન તથા કાયાનું દુપ્રણિધાન, આન્તર (ભાવ) પરિગ્રહ છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે જયારે જયારે સાધક કષાયાધિન બને છે ત્યારે ત્યારે જ્ઞાનાવરણીયાદિ કર્મોના પુગલોને ગ્રહણ કરે છે, નિકાચીત કરે છે, અતિનિકાચીત કરે છે જે પરિગ્રહ છે. સાધક પરિગ્રહ વિનાને કયારે બને? સંસારની, સગાઓની તથા કુટુંબીઓની માયા જયારે કાળી નાગણ જેવી ભયંકર લાગે, શણગારેલે સંસાર અસાર તથા વિશ્વાસઘાતક લાગે ત્યારે તેમાંથી વૈરાગ્યની પ્રાપ્તિ થતાં સાધક માત્ર જ્ઞાનપૂર્વક બધાઓને ત્યાગી સમિતિ ગુપ્તિ સ્વરૂપ ધમની આરાધના માટે સમ્યફ ચારિત્રને સ્વીકાર કરે છે, તે સમયે માતા-પિતા-પુત્ર-પત્ની-કુટુંબી તથા પિતાને શરીર પર રહેલા મખમલ કે મલમલના સૂક્ષ્મ વસ્ત્રો તથા આભૂષણને પણ ત્યાગી દે છે અને ત્યારપછી તેની સ્મૃતિ કે પત્ર વ્યવહાર પણ છેડી દેવા માટે ભિન્નભિન્ન દેશોમાં, ગામમાં,