________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 59 સ્મરણમાં પણ લાવવા ન જોઈએ. ભગવેલા ભેગોને બીજાની સામે કહેવા નહિ, રસપૂર્વક સંભળાવવા નહિ (અહિં હાવ ભાવ વિલાસ વિક્ષેપ આદિ જે શબ્દો આવ્યા છે તેને ટકા સૂત્રથી જાણવાની મજા લેવી જોઈએ.) આ ઉપરાંત સંગીતનૃત્યનાટક-સીનેમા, મલયુદ્ધો, આદિને પણ યાદ ન કરવા કેમ કે તેમની સ્મૃતિ પણ સંયમી જીવનમાં અવરોધ કરાવનારી છે. તપ-ત્યાગમાં હાસ, સ્વાધ્યાયમાં ભંગ કરાવનારી છે અને જીવનમાં વૈરાગ્યને રંગ પણ ઘટાડનારી છે. (5) પ્રણીત ભજન વિરતિ નામે પાંચમી ભાવના પ્રણીત એટલે જે ભોજનમાંથી ઘીને કે મધુરરસના બુંદ ટપકતા હોય અને ખાધા પછી ઇન્દ્રિમાં ભેગવેલા ભેગોની ચમક આવતી હોય, તેવા ઘીમાં તરબોળ થયેલા, સાકર મેળની ચાસણીમાં તરબોળ થયેલા ભેજનીયાને સ્વાદ મુનિરાજેએ છેડી દેવું જોઈએ. મોક્ષાભિનંદી મુનિરાજેએ દૂધ, ઉકાળેલું દૂધ, કેસર-કસ્તુરી-બદામ નાખેલું દૂધ, મલાઈ, રાબડી, બાસુંદી, માવાના બનેલા ગુલાબ જાંબુ, રસગુલ્લા, બરફી, ચાસણીમાં તરબળ થયેલી જલેબી, અમરતી, દહિંની બનાવટવાળે શ્રીખંડ, રાઈતુ, દહીંવડા, માખણ, વેડમી આદિ ખાદ્ય પદાર્થોનું ભેજન કારણ વિના કે વારંવાર ન કરવું. ચટકેદાર ગરમાગરમ ભજીયા, કચેરી, સમેસા જેવા ફરસાણો, મનગમતા વઘારેલા શાક, દાળ, ઓસામણ, કઢી સાથે વધારે પડતા રોટલા, રોટલીઓ ખાવી નહિ. કેમ કે તેવા ભેજનેથી ઇ-ક્રિયેની પુષ્ટિ થતાં મનમાં ખરાબી આવ્યા વિના રહેતી